પ્રગતી મેદાન ખાતે 9-11 ડિસેમ્બર સુધી યોજાનારા ઝાક ડોર્સ એન્ડ વિન્ડોઝ એક્સ્પો (Zak Doors & Windows Expo)માં દરવાજા, બારી અને મકાનોના મુખ્યદ્વારોના ભાગના નવીન આર્કિટેક્ચરલ (સ્થાપત્ય) ઈનોવેશન્સ રજૂ કરાશે
નવી દિલ્હી, November 28, 2016 /PRNewswire/ --
આધુનિક સમયમાં બારીઓ, દરવાજા અને મકાનોના મોખરાના ભાગો અને તે સંબંધિત સેવાઓમાં થતા ઈનોવેશન્સ (સંશોધનો)થી લોકોને અવગત કરવાના આશાય સાથે ઝાક ડોર્સ એન્ડ વિન્ડો એક્સ્પો ફરી એક વખત યુઝર્સ (ઉપભોક્તા) અને પ્રોવાઈડર્સ (પ્રદાતાઓ)ને આકર્ષવા તૈયાર છે. નવી દિલ્હીમાં દરવાજા, બારીઓ અને મુખ્યદ્વારોના ઉત્તમ ઉકેલરૂપ પ્રદર્શનમેળાની 13મી આવૃત્તિનું ઝાક દ્વારા આયોજન થઈ રહ્યું હોવાથી ઈમારતોના મુખ્યદ્વારો અને બારીઓની સિસ્ટમ્સ, ભાગો અને ઉત્પાદન ટેકનોલોજીની આંટીઘુંટી અને ખાસિયતોમાં દુનિયાભરમાં સૌથી મોખરાનું નામ ધરાવતી કંપનીઓ તેમની સંખ્યાબંધ તદ્દન નવી અને ઈનોવેટિવ પ્રોડક્ટ્સ અને સેવાઓની શ્રેણીઓ પ્રદર્શિત કરવા માટે સજ્જ થઈ ગઈ છે. ભારતના સૌથી મોટા પ્રદર્શન અને કન્વેન્શન કેન્દ્ર પ્રગતીમેદાન ખાતે આગામી 9થી 11 ડિસેમ્બર, 2016 દરમિયાન આ ભવ્ય પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમેળો ઉપભોક્તાઓ અને ઉત્પાદકોને એકબીજાથી રૂબરૂ કરાવશે અને મનમોહક સ્થાપત્યકલાને સાકાર કરવામાં મદદરૂપ થાય તેવા સ્ત્રોતો ઉપલબ્ધ કરાવશે તેમજ ડેવલપર્સના સપનાઓને નવું પરિમાણ આપશે. આ ટેકનોલોજીમાં ઉત્પાદન ક્ષેત્રે રોકાણ કરવા માંગતા ઉદ્યમીઓ માટે પણ આ પ્રદર્શનમેળો એક શ્રેષ્ઠ મંચ છે.
15મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ઝાક એક્સ્પોઝિશન દ્વારા એકબીજાથી સંકલિત ત્રણ પ્રદર્શનમેળાનું આયોજન કરવામાં આવશે જેમાં ઝાક ડોર્સ એન્ડ વિન્ડોઝ એક્સ્પોની 13મી આવૃત્તિની સાથે સાથે, બાંધકામ ક્ષેત્રે કાચના ઉપયોગની નવી પરિભાષા રચવાના આશય સાથે કાચની પ્રોડક્ટ્સ, ઉત્પાદન, પ્રોસેસિંગ અને ટેકનોલોજી આધારિત 14મા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર ઝાક ગ્લાસ ટેકનોલોજી એક્સ્પો; એલ્યુમિનિયમનું ઢાળકામ, ટેકનોલોજી, ઉપયોગ અને તે સંબંધિત પ્રોડક્ટ્સ આધારિત 8મા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર ઝાક એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જે સમગ્ર સ્થાપત્ય ક્ષેત્રે (આર્કિટેક્ચરલ સેક્ટર) ઉપભોક્તા ઉદ્યોગોની જરૂરિયાતો પુરી કરશે.
આ અનોખા કાર્યક્રમનું આયોજન કરનારા, Zak Trade Fairs and Exhibitionsના નિર્દેશક Mr. Syed Ahad Ahmed જણાવ્યું હતું કે, "આ એક્સ્પોના આયોજનનો મૂળ હેતુ અદ્યતન ટેકનોલોજી અને સોલ્યુશન્સ (ઉકેલ) અંગે લોકોને માહિતી આપવાનો તેમજ તેના વિશે જાગૃતિ ફેલાવવાનો અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરીને એકબીજા સાથે ચર્ચા તેમજ માહિતીનું આદાનપ્રદાન કરવાનો છે, આવા આયોજનથી આ એક પરિપૂર્ણ એક્સ્પો બની જશે."
"રીઅલ્ટી બાંધકામ અને ડિઝાઈનની નેક્સ્ટ જનરેશન અંગે મુલાકાતીઓમાં વાસ્તવિક અહેસાસ જગાવવા માટે આ પ્રદર્શનમેળામાં વિવિધ પ્રદર્શનો ઉપરાંત વાસ્તવિક કદના મોડેલ મુકવામાં આવશે. આ વર્ષે કેટલીક નવી પ્રોડક્ટ્સ પણ રજૂ કરવામાં આવશે જેમાં ટેક્સટાઈલ સન પ્રોટેક્શન સ્ક્રિન્સ, પેનારોમિક ફેસેડ ડિઝાઈન સિસ્ટમ્સ, મોટરથી ચાલતા ફોલ્ડિંગ શટર્સ, મુખ્યદ્વારોની વિશાળ જાળીઓ, બાહ્ય સજાવટના ઉકેલો, એલઈડી ઈન્ટિગ્રેટેડ રેલિંગ્સ, હાઈ પરફોર્મન્સ સ્લાઈડિંગ વિન્ડો સિસ્ટમ્સ અને ઘણું બધુ સમાવિષ્ટ છે. તદઉપરાંત, આ ઉદ્યોગમાં પાયાના સ્તરેથી જોડાયેલા તેમજ નવા ખેલાડીઓ વચ્ચે નવીન વિચારોના આદાનપ્રદાન માટે સેમિનાર અને વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તે ઉમેર્યું.
આ કાર્યક્રમના મુખ્ય સહભાગી Schueco છે, જેઓ એલ્યુમિનિયમના દરવાજા, બારી અને કર્ટેઈન વોલ સિસ્ટમ્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે. તેઓ અહીં તેમની મુખ્યદ્વારો અને ફેનેસ્ટ્રેશન (બહાર તરફ ખુલતી બારીઓ) સોલ્યુશન્સની શ્રેણી રજૂ કરવા ઉપરાંત લિફ્ટ અને સ્લાઈડ દરવાજાઓની નવી શ્રેણી, પેનારોમા ડિઝાઈન ફેસેડ (મુખ્યદ્વારો)નું લોન્ચિંગ કરશે.
વર્ષ 2015માં યોજાયેલા પ્રદર્શનમેળામાં 350 પ્રદર્શનકારોએ ભાગ લીધો હતો જેમણે 600 ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ રજૂ કરી હતી અને 24000થી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા.
Zak Trade Fairs and Exhibitions વિશે
Zak Group એક અગ્રણી ટ્રેડ શો અને એક્ઝિબિશન આયોજક છે જેઓ ઝાક ગ્લાસ ટેકનોલોજી, ઝાક ડોર્સ એન્ડ વિન્ડોઝ એક્સ્પો જેવા પ્રદર્શન મેળા અને ટ્રેડ શો તેમજ ઝાક વર્લ્ડ ઓફ ફેસેડ્સ અને ઝાક વર્લ્ડ ઓફ વિન્ડોઝ નામના તેમના મહત્વપૂર્ણ પરિસંવાદ દ્વારા બિલ્ડિંગ એનવલપ (દરવાજા અને બારીઓ)ની જુની માન્યતાઓમાં દૃશ્ટાંતરૂપ પરિવર્તન લાવવા માંગે છે. ઈમારત બાંધકામક્ષેત્રે સંશોધનોને પ્રોત્સાહન આપવા અને ગુણવત્તા સુધારવા માટે ઉત્પાદકો, સંશોધકો, વિતરકો અને ફેબ્રિકેટર્સને એકત્ર કરે છે. 1994માં પહેલો પ્રદર્શનમેળો યોજ્યો ત્યારથી, ઝાક દ્વારા 490 પ્રદર્શનમેળા અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ એશિયા, મધ્ય એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના વિવિધ ભાગોમાં અલગ અલગ 22 ઉદ્યોગક્ષેત્રનો સમાવેશ થાય છે.
મીડિયા સંપર્કઃ
Esha Sharma
Zak Trade Fairs & Exhibitions Pvt. Ltd.
[email protected]
+91-11-42576205
Share this article