મુંબઈ, January 19, 2017 /PRNewswire/ --
'Logically Stupid That's Love'ને વાચકો તરફથી શ્રેષ્ઠ વિવેચનાઓ પ્રાપ્ત થઈ
પ્રથમ પુસ્તકની અપેક્ષાઓ પર ખરા ઉતરતા Shikha Kumarના બીજા પુસ્તક 'Logically Stupid That's Love'એ પણ સમગ્ર વિશ્વના વાચકો અને મીડિયાને પ્રભાવિત કર્યા હતા. આ પુસ્તકે ફિક્શન રોમાન્સ ચાર્ટ્સ પર દબદબો જમાવ્યો હતો અને રોમાન્સ ફિક્શનના પ્રેમીઓની 'વાંચવા લાયક' પુસ્તકોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વાચકો આ પુસ્તકને એમેઝોન પરથી ખરીદી શકે છે.
(Photo: http://mma.prnewswire.com/media/458556/PRNE_Author_Shikha_Kumar.jpg )
આ પુસ્તકની વાર્તા મહત્વાકાંક્ષી યુવક કાર્તિક અને તેના બોસની ઋજુ હૃદયી દિકરી સહાના અને તેમની પાંચ વર્ષની પ્રણયચેષ્ટાઓ, પ્રેમ, અસ્વીકાર, પીડા, સ્વયંની શોધ અને પડકારોના સામનાની આસપાસ ફરે છે.
આ પુસ્તકે તેના ઊંચા મનોરંજન આંક માટે એક છાપ છોડી છે. Shikhaએ ફરી એકવાર તેના સંદેશાને સમજશક્તિ, મજા, ગતિ અને લાગણીઓના યોગ્ય અંશ સાથે સમાવી લીધો છે. સહેજ પણ ગળપણ લગાવ્યા વિનાના પ્રણય અને નાટ્યાત્મક્તા વિનાની પરિસ્થિતિઓએ Shikhaને કદાચ ભારતની એકમાત્ર રોમેન્ટિક-થ્રીલર લેખિકા બનાવી દીધી છે.
મીડિયા તરફથી મળેલ વિવેચનો ખૂબ જ પ્રોત્સાહિત કરનારા છેઃ
- Maharashtra Times ઘણાં બધાં સીન્સને ફિલ્મ જોવાના અનુભવ સાથે સરખાવ્યા હતા
- Shikhaની વાર્તાકથનની ક્ષમતાઓ માટે Grahlakshmi સામયિકે વિસ્મય વ્યક્ત કર્યું હતું. સામયિકે ઉલ્લેખ કર્યો હતો કે, વાર્તા 'તડકાથી' ભરપૂર છે. એટલું જ નહીં, Shikhaના કામ પ્રત્યે અનુરાગ વ્યક્ત કરવા માટે તેમણે તેને 'ગૃહલક્ષ્મી ઑફ ધી ડે' તરીકે નવાજી હતી.
- Kashmir Monitor કલ્પનાના પથમાંથી નીરસતા દૂર કરવા માટે અને ખૂબ જ વિશિષ્ટ, સુંદર વાર્તા લખવા માટે તેણીનો જય-જયકાર કર્યો હતો.
- Sahara Samay તેમાં રહેલ લાગણીઓ અને મનોરંજનના સંતુલનથી પ્રભાવિત થયું હતું.
- Thnk Mkt મેગેઝિને વાચકોના અનેકવિધ તારોને ઝણઝણાવવા બદલ તેની સરાહના કરી હતી.
- WittyFeed અસાધારણ રીતે સરળ તેમ છતાં અત્યાર સુધીની સૌથી સુંદર પ્રેમગાથા તરીકે તેના વખાણ કર્યા હતા.
બ્લોગરોના સમુદાયમાં પણ તેના વખાણ જોવા મળ્યા હતા, ઇન્ડિબ્લોગરની પોસ્ટ્સ હકારાત્મક વિવેચનોથી ઉભરાઈ ગઈ હતી. પ્રેમનો જાદુ ફેલાવવાથી માંડીને યશ ચોપરાના રોમાન્સ સાથે સરખામણી કરવા સુધી Shikhaના કામ માટે સંતુષ્ટિદાયક શબ્દોની વિપુલતા જોવા મળી હતી.
આ પુસ્તકે ફિલ્મ, ટેલિવિઝન અને વેબ સીરિઝ ફ્રેટર્નીટી સાથે પણ તેને ખ્યાતિ આપી હતી. AGENCY09ના મીડિયા અને બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ Mayura Amarkant સંબંધોના નિર્માણ અને વિસ્તાર તરફ લઈ જતાં લાંબા ગાળાના પગલાં પર આધારિત નીતિ તૈયાર કરી હતી. ફિલ્મ્સ, ટેલિવિઝન અને વેબ સીરિઝમાં પ્રભાવ ધરાવનારાનાઓના વ્યાપક નેટવર્ક પર આ પુસ્તકને લાવવા માટે મયૂરાએ ઘણી મહેનત કરી હતી. તેના પ્રયત્નોને પરિણામે પુસ્તક સમગ્ર ભારતના ટોચના કોર્પોરેટ્સ સુધી પહોંચી શક્યું હતું. સમગ્ર નીતિ ટૂંકા-ગાળાના દાવપેચોને બદલે પુસ્તકને વાચકો અને પ્રભાવકો સુધી લાવવા આસપાસ રહી હતી.
ટીવી સીરિયલ્સના ઘણા ડિરેક્ટરોએ જણાવ્યું હતું કે, Shikha સામાન્ય દેખાતી પરિસ્થિતિઓને વિના પ્રયાસે અસામાન્ય દેખાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય માતાઓને જોડતા નેટવર્કે આ નવલકથાની મોટા પાયે ભલામણ કરી હતી અને તે સ્વચ્છ મનોરંજન હોવાથી તેને 9 વર્ષના બાળકો માટે પણ સલામત વાંચન સામગ્રી ગણાવી હતી.
તેનું Twitter handle અને Facebook page હંમેશા એવા વાચકોના ઉષ્માભર્યા મેસેજથી ગૂંજતા રહે છે, જેમનું હૃદય પુસ્તક વાંચ્યા બાદ દ્રવિત થઈ ઉઠ્યું છે. 'લોજિકલી સ્ટુપિડ ધેટ્સ લવ'એ ઘણી બધી રીતે વાચકો પર હકારાત્મક પ્રભાવ પાડ્યો છે. પ્રેમમાં વિશ્વાસ રાખવાથી માંડીને પ્રાથમિક્તાઓનું ભાન કરાવવા સુધી આ પુસ્તકે ઘણા લોકોના મનને યોગ્ય કારણોસર પરિવર્તિત કર્યા છે.
જ્યારે તેના પુસ્તકની સફળતા અંગે પુછવામાં આવ્યું ત્યારે Shikhaએ જણાવ્યું હતું કે, "ફક્ત બે વર્ષના લેખનકાર્યમાં જ આ પ્રકારનો પ્રેમ પ્રાપ્ત કરવો એ ખરેખર અપરિહાર્ય છે. મને એ વાતનો આનંદ છે કે, હું કોઈ માર્કેટિંગ સ્ટંટમાં પડી નહીં અને પુસ્તકની ખ્યાતિને સહજ રીતે ફેલાવા દીધી. મને સારી વાર્તાઓ ગમે છે અને તેના લીધે જ મારી ભારે તણાવયુક્ત નોકરી અને કુટુંબની જવાબદારીઓ હોવા છતાં હું લખવા માટેનો સમય કાઢી શકું છું. મને એ વાતનો આનંદ છે કે, મારી વાર્તાઓ લોકોના હૃદયને સ્પર્શી રહી છે."
તે એક એવી લેખિકા છે જે તેના ચાહક દ્વારા મોકલવામાં આવેલ દરેક સંદેશાનો પ્રત્યુત્તર પાઠવવા માટે સમય કાઢે છે. તેનું માનવું છે કે, એક લેખક તેના ચાહક માટે ઓછામાં ઓછું જે કંઈ કરી શકે છે તે પરસ્પર આપ-લે છે.
મેગેઝિન પોર્ટલની કોન્ટ્રીબ્યુટિંગ રાઇટર ઉપરાંત તે એક મનોરંજન પોર્ટલની મુખ્ય સંપાદિકા છે. તે 2017માં સ્ક્રિપ્ટ લખવાનું અયોજન કરી રહી છે અને ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડવા જઈ રહી છે. તેના ત્રીજા પુસ્તક કે જેનું હાલ પૂરતું નામ 'ફ્રેન્ડ-ઝોન્ડ' રાખવામાં આવ્યું છે, તેનું કામ પહેલેથી જ ચાલુ થઈ ગયું છે.
લેખિકા Shikha Kumar વિશે
શિખા યોગ્ય પાત્રતા ધરાવનાર IT મેનેજર છે અને અણધારી રીતે લેખિકા બનેલ છે. તેનું પ્રથમ પુસ્તક 'He Fixed the Match, She fixed Him' પરથી ટૂંક સમયમાં જ ફિલ્મ બનવા જઈ રહી છે, જેણે તેને ભારતમાં ફિલ્મ માટે સૌથી ઝડપથી હકો વેચાઈ જનાર નવોદિત લેખિકા બનાવી દીધી છે.
તે DailyO (India Today), તેના TOI-Blog, Right Nailed અને અન્ય જાણીતી ફોરમ માટે પ્રસંગોપાત કટાર લેખન કરે છે. તે સંબંધોની વિશેષજ્ઞ પણ છે અને હૃદયથી પ્રવાસી છે.
ભારતમાં AGENCY09ના Media & Business Strategist, Mayura Amarkant, Shikhaનું પ્રતિનિધિત્વ કરે છે.
[email protected] પર લખી મોકલો
વેબસાઇટ - http://www.authorshikha.com/
Instagram - @authorshikha
મીડિયા સંપર્કઃ
Mayura Amarkant
[email protected]
+91-9821117300
Media & Business Strategist
AGENCY09
Share this article