બેંગલોર, April 14, 2017 /PRNewswire/ --
કંપની નવા મંચ અને સેવાઓની સાથે નાણાકીય વર્ષ 2018ના અંત સુધીમાં રૂ. 500 કરોડ
એક્ઝિટ રેટ હાંસલ કરવાની કંપનીની યોજના
મધ્યમ વર્ગના પરિવારોનાં સામાન્ય રસોડાથી લઈને ભારતની 5-સ્ટાર હોટેલ્સની પેન્ટ્રીઝ માટે બિગબાસ્કેટ હવે પસંદગી પામેલી ગ્રોસરી ભાગીદાર તરીકે પોતાને સ્થાપિત કરી છે. અન્ય એક સિમાચિહ્ન સ્થાપીને બિગબાસ્કેટે HoReCa (હોટેલ્સ, રેસ્ટોરેન્ટ્સ અને કેટરર્સ) સેગમેન્ટને માંસ, ખાનગી લેબલ્સ, ઉપજો, એફએન્ડવી અને ગોરમેન્ટ પ્રોડક્ટ્સ ઓફર કરવાની સાથે તેના B2B ફૂડ સર્વિસ કારોબારમાંથી માર્ચ 2017 સુધીમાં રૂ. 100 કરોડનું વાર્ષિક ટર્નઓવર નોંધાવ્યું છે. કંપની રાષ્ટ્રીય સ્તરે કારોબારનું વિસ્તરણ કરી રહી હોવાથી આગામી 12 મહિનામાં રૂ. 50 કરોડનું રોકાણ કરશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150911/10130176 )
HoReCa કારોબાર જૂન 2016માં શરૂ કરવામાં આવ્યો હતો અને તે કેટલીક અગ્રણી હોટેલ શૃંખલા, મલ્ટિ-ક્વિઝિન રેસ્ટોરેન્ટ્સ અને કેટેરર્સ માટે ફળો અને શાકભાજીઓની પસંદગી પામેલી સપ્લાયર બનીને તેણે આ ક્ષેત્રમાં આરંભિક સફળતાનો સ્વાદ ચાખ્યો છે. Le Meridien, JW Marriott, Sheraton, અને Westin જેવી હોટેલ્સ bigbasketના મુખ્ય એકાઉન્ટ્સના પ્રથમ સેટનો ભાગ છે અને તેઓ અગાઉથી આ ઇ-રિટેઇલર પાસેથી સંપૂર્ણ વર્ગોની પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરી રહ્યા છે. bigbasket ઉદ્યોગના સેગમેન્ટ્સમાં વૈવિધ્યસભર હાજરી ધરાવે છે અને અગ્રણી સંસ્થાકીય કેટરર્સ જેવા કે Sodexo, CSS, HMS Host, રેસ્ટોરેન્ટ શંખલાઓ જેવી કે Vasudev Adiga's, Barbeque Nation, Punjabi by Nature, Nandhana, Wow! Momo વગેરે તેના અન્ય ગ્રાહકો છે. કોર્પોરેટ સંસ્થાઓમાં Tata Motors, Bosch, Bhartiya, Cisco અને Airbus તેમના ફૂડ અને પેન્ટ્રી પ્રોડક્ટ્સ bigbasketમાંથી પ્રાપ્ત કરે છે.
વિસ્તરણ યોજનાઓ અંગે ચર્ચા કરતા સહ-સ્થાપક અને નવી પહેલોના વડા Mr. Abhinay Choudhariએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "bigbasket સેગમેન્ટ B2C અને B2Bમાં વપરાશકારો માટે પસંદગીની ગ્રોસર બની ગઈ છે. હાલની ઓફરિંગ સાથે અમે HoReCa સેગમેન્ટ માટે આયાતી માંસ, ઓર્ગેનિક શાકભાજી, ખાનગી લેબલની ઉપજો અને ગોરમેટ શ્રેણીનું વિસ્તરણ પણ કરીશું. કંપની કારોબારને વધારવા માટે 8 શહેરોમાં સમર્પિત વિતરણ કેન્દ્રો પણ સ્થાપી રહી છે અને નાણાકીય વર્ષ 2018ના અંત સુધીમાં રૂ. 500 કરોડના એક્ઝિટ રેટ હાંસલ કરવાની યોજના ધરાવે છે."
bigbasketના ખુશ ગ્રાહકો પૈકીના એક બેંગલોરના Le Meridienના વડા Mr. Vijaya Bhaskaranને જણાવ્યું હતું કે "bigbasketમાંથી અમારી હોટેલની દૈનિક જરૂરિયાતોને ખરીદવાનો અનુભવ ઘણો સંતોષકારક રહ્યો છે. યોગ્ય કિંમત અને યોગ્ય સમયે ગુણવત્તાયુક્ત સામગ્રીઓ હાંસલ કરવી એ શેફ્સ માટે હંમેશાં પડકારજનક હતું. મૂલ્યવાન ભાગીદાર તરીકે bigbasket આગળ આવી છે અને પ્રાપ્તીની પ્રક્રિયા સરળ બનાવી છે. ઓનલાઇન ઓર્ડર કરવાની પ્રક્રિયા સુવિધાજનક છે અને સામગ્રીઓ હંમેશાં સમયસર આવે છે. bigbasket ખાતેની સક્ષમ ટીમ કોઇ પણ વિક્ષેપનો ઉકેલ ત્વરીત લાવે છે. અમે અમારી પસંદગી બદલીને bigbasket પર ઉતારી છે એ બાબતથી અત્યંત ખુશ છીએ. અમે શેફ સમુદાયને બિગબાસ્કેટની ભલામણ કરીએ છીએ."
આ 5 વર્ષ અગાઉ શરૂ થયેલી કંપનીએ OYO રૂમ્સ સાથે પણ જોડાણ કર્યું છે. આ મંચ મારફતે OYO રૂમ્સની લગભગ 100થી પણ વધુ ફ્લેગશીપ પ્રોપર્ટિઝ bigbasketમાંથી સીધો ઓર્ડર કરે છે.
Mr. Abhinay Choudhariના જણાવ્યા અનુસરા "bigbasket HoReCa સેગમેન્ટ માટે ઇન્વેન્ટરી સંચાલનમંડળને ઓર્ડર કરવાથી લઈને ડિલિવરી સુધીનો ટેકનોલોજી આધારિત સંપૂર્ણ ઉકેલ રજૂ કરનારી પ્રથમ ભારતીય કંપની છે. 25 શહેરોમાં અમે હાજરી ધરાવતા હોવાની સાથે તમામ કેટેગરીઝમાં પ્રોડક્ટની સમગ્ર શ્રેણી માટે અમે શહેરોમાં વન-સ્ટોપ-શોપ (એક જ વિક્રેતા) બની શકીએ છીએ. અમે કિંમતો, ખરીદી, ઇનવોઇસ વગેરે પર 24/7 ઓનલાઇન MISની સાથે પ્રાપ્તીની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શકતા પૂરી પાડી શકીશું, જેનાથી નિયંત્રણ વધશે અને વહીવટી ખર્ચ અને નુકસાન ઘટશે. અમે પ્રત્યેક પ્રોપર્ટી દ્વારા દૈનિક ખરીદીને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થામાં માતા-બાળકના સંબંધમાં કોર્પોરેટ અધિક્રમ અને સેન્ટ્રલ ઓફિસ/ HO દ્વારા એક જ ચુકવણી સાથે પ્રોપર્ટીઝમાં ઇન્વોઇસિસ એકત્રિત કરવાની ક્ષમતા સ્થાપી શકીએ છીએ, જેનાથી સમાધાન અને ચુકવણીનાં સંચાલનમાં રહેલા વહીવટી ખર્ચને ઘટાડી શકાય છે. ઓર્ડરનું સંચાલન કરવાની અમારી ટેકનોલોજી અને ડિલિવરીની આંતરમાળખાકીય સુવિધા સુસંગતતા અને અનુમાન તથા કોઇના હસ્તક્ષેપ વિના ઉચ્ચ સ્તરની સેવા પૂરા પાડશે."
બેંગલોરની HMS Hostના એક્ઝિક્યુટિવ શેફ Mr. Murali Murthyએ જણાવ્યું હતું કે "હું bigbasketની પ્રોડક્ટ્સની ગુણવત્તા માટે તેની પ્રશંસા કરું છું. bigbasket સાથેનાં જોડાણથી અમારી કામગીરીનું સંચાલન કરવામાં અમને મદદ મળી છે. ઓનલાઇન ઓર્ડર કરવાની પ્રક્રિયા અદભૂત છે. અમને bigbasketની ટીમ પાસેથી હંમેશાં વ્યાવસાયિક અભિગમ સાથેનો પ્રતિસાદ પ્રાપ્ત થાય છે."
bigbasketનો લાભ તેના ખાનગી લેબલ્સમાં રહેલો છે, જે ટેકનોલોજી આધારિત તેના મજબૂત સર્વિસ મોડલથી સીધા સ્ત્રોત પૂરા પાડવાની ક્ષમતા ધરાવે છે. ફળો અને શાકભાજી આ કારોબાર માટે સ્પષ્ટ તફાવત સર્જે છે, કારણ કે તે ખેડૂતો પાસેથી ઉત્પાદોનો સીધો સ્ત્રોત મેળવવા માટે હવે દેશભરમાં કલેક્શન સેન્ટર્સ ધરાવે છે. ગૃહિણી હોય કે શેફ હોય - સમયસર ડિલિવરી અને સ્થળ પર જ પરત કરવાની પ્રક્રિયાઓ જીવનને વધુ સરળ બનાવી રહી છે.
હાલમાં bigbasket નોંધણી પામેલા 4 મિલિયન ગ્રાહકો ધરાવે છે અને તે ભારતના 25થી પણ વધુ શહેરોમાં હાજરી ધરાવે છે. 'bigbasketeers' તરીકે ઓળખાતા તેના ગ્રાહકો 1000 બ્રાન્ડ્સની તાજા ફળો અને શાકભાજી, ચોખા, દાળ, મસાલા અને સિઝનિંગથી લઈને પેકેજ્ડ પ્રોડક્ટ્સ, પીણાં, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને માંસ જેવી 20,000 જેટલી પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે. કંપનીએ તેની વેબસાઇટ અને મોબાઇલ એપમાં સતત ફિચર્સનો ઉમેરો કર્યો છે. ખરીદીનો વધુ સારો અનુભવ ઓફર કરવા માટે તે વિશ્લેષણ જેવા કે SmartBasket ફિચરનો પણ ઉપયોગ કરે છે, જે ગ્રાહકને 3 મિનિટની અંદર કરિયાણાની તેમની માસિક ખરીદી પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે.
bigbasket અંગે
bigbasket ડિસેમ્બર 2011માં બેંગલોર ખાતે પાંચ વ્યક્તિઓની ટીમ - V S Sudhakar, HariMenon, Vipul Parekh, V S Ramesh અને Abhinay Choudhari દ્વારા સ્થાપવામાં આવી હતી. આ ટીમ ઓફલાઇન અને ઓનલાઇન રિટેઇલ એમ બંનેનો અનુભવ ધરાવે છે, કારણ કે તેમણે અગાઉ 1999માં ભારતની પ્રથમ ઇ-કોમર્સ સાઇટ FabMart.comની સ્થાપના કરી હતી અને ત્યાર પછી દક્ષિણ ભારતમાં 200થી વધુ ગ્રોસરી સુપરમાર્કેટ સ્ટોર્સ ધરાવતી Fabmall-Trinethra શૃંખલાની સ્થાપના કરી હતી. 4 મિલિયનથી વધુ નોંધણી પામેલા ગ્રાહકોને સેવા આપતી bigbasket 1000થી વધુ બ્રાન્ડ્સની 20,000થી વધુ પ્રોડક્ટ્સ અને બેંગલોર, હૈદરાબાદ, મુંબઈ, પુણે, ચેન્નઇ અને દિલ્હી-એનસીઆર સહિતના દેશના 30 શહેરોમાં પોતાની હાજરી ધરાવતી ભારતની સૌથી મોટી ઓનલાઇન સુપરમાર્કેટ છે અને તે ટૂંક સમયમાં અન્ય શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના પણ ધરાવે છે. bigbasketના ઓનલાઇન ફૂડ સ્ટોર જુદી જુદી કેટેગરીની વિવિધ પ્રોડક્ટ્સ જેવી કે તાજા ફળો અને શાકભાજી, કરિયાણા અને ઉપજો, પીણાં, બ્રેડ, ડેરી અને ઈંડાની પ્રોડક્ટ્સ, બ્રાન્ડેડ ફૂડ, માંસ, પર્સનલ કેર અને ઘરવખરીની પ્રોડક્ટ્સ વગેરે ઓફર કરે છે. bigbasket જીવન સરળ બનાવવા અને કરિયાણાની ખરીદીને ઝડપી બનાવવા માટે વચનબદ્ધ છે.
મિડિયા સંપર્કઃ
Paromita Sarkar
[email protected]
+91-9650431542
Talking Point Communications
Share this article