મુંબઈ, April 19, 2017 /PRNewswire/ --
હાઉસિંગના ક્ષેત્રના તાજા પ્રવાહ મુજબ માફક દરનાં ઘરોની બજારની માગ સતત વધતી જોવા મળી રહી છે. 2022 સુધીમાં વધારાનાં 90 મિલિયન ઘરોની માગ સર્જાવાની શક્યતા નિહાળવામાં આવી રહી છે. શહેરીકરણ, વધતી વસતિ અને ઘરના વિસ્તારમાં થઈ રહેલો ઘટાડો આ વધતી માગ પાછળનાં પરિબળો છે, સાથે એવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવે છે કે 2020 સુધી રિયલ એસ્ટેટ સેક્ટર વાર્ષિક 11.2%ના દરે વૃદ્ધિ નોંધાવશે.
(Logo: http://mma.prnewswire.com/media/470753/XRBIA_Logo.jpg )
સરકારનો સહયોગ હવે કિફાયતી ઘરોની બજારને પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) થકી પ્રોત્સાહન પૂરો પાડી રહ્યો છે, જે અંતર્ગત 60 ચોરસ મીટરથી નાનું ઘર ખરીદનારા ગ્રાહકોને રૂ. અઢી લાખની સબ્સિડી પૂરી પાડવામાં આવે છે.
એક્ઝરબિયા, જેણે એકલા 2016માં જ 3,776 ઘરો પૂરાં પાડ્યા છે તે, આ યોજનાને પ્રતિસાદ આપી રહી છે. મુંબઈ અને પુણે વિસ્તારોમાં પોતાનું આગવું સ્થાન સર્જનારી આ કંપની 2017ના અંત સુધીમાં એક અબજ અમેરિકન ડોલરના વેચાણના લક્ષ્યને આંબવાની દિશામાં છે. છેલ્લા ત્રણ મહિનામાં 8,776 ઘર વેચવા સાથે એક્ઝરબિયા આ વરસે 24 પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે રૂ. 10,000 કરોડના એકત્રિત મૂલ્યનાં 50,000 ઘરોવાળો છે.
'આવકનો પુરાવો નહીં'વાળી પોતાની ગૃહધીરાણ યોજના સાથે પણ આ ક્ષેત્રમાં એક્ઝરબિયા બધાથી જુદી તરી આવે છે. આ યોજના અરજદારને આવકના પુરાવાના દસ્તાવેજો વિના ઋણ માટે અરજી કરવાની ક્ષમતા આપે છે, અને યોજનાને 20 હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો ટેકો પ્રાપ્ત છે, જેને લીધે દેશના અનૌપચારિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સુધી ઘર ખરીદવાની તકનું વિસ્તરણ થયું છે.
હાલના એક રિસર્ચ રિપોર્ટમાં, 40 ભારતીય શહેરોને આવરી લેતા રિયલ એસ્ટેટ ડેટા અને એનાલિટિક્સના પ્લેટફોર્મ પ્રોપ ઇક્વિટીએ એક્ઝરબિયાને કિફાયતી ઘરોના મામલામાં દેશની સૌથી અગ્રસર કંપની તરીકે પુષ્ટિ આપી હતી, "માફક દરનાં (મતલબ રૂપિયા પચ્ચીસ લાખથી ઓછી કિંમતનાં ઘરો) ઘરોના ક્ષેત્રમાં, વેચાયેલાં યુનિટ્સના મામલે, એક્ઝરબિયા અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે ઉભરી આવી છે, જેણે એપ્રિલ 2016થી ડિસેમ્બર 2016 દરમિયાન અંદાજે 2,900 ઘર વેંચ્યાં છે."
પ્રસ્થાપિત રિયલ એસ્ટેટ ડેવલપર્સ રૂપિયા 20 લાખથી ઓછી કિંમતનાં ઘરોની માગને પ્રતિસાદ આપવામાં પ્રમાણમાં ધીમો અભિગમ ધરાવે છે, જેને લીધે ઝડપભેર શહેરીકરણ જોઈ રહેલા વિસ્તારોમાં પુરવઠાની તુલનામાં માગ ખાસ્સી વધારે રહે છે. મુંબઈ અને પુણે મેટ્રોપોલિટન વિસ્તારોમાં, દાખલા તરીકે, રૂપિયા 20 લાખથી ઓછી કિંમતના ઘરોના માગ-પુરવઠા વચ્ચે અંદાજે 35%નો અવકાશ છે.
2020ની સાલ સુધીમાં વધુ 90 મિલિયન ઘરોની માગ સર્જાવાના અંદાજ સાથે રિયલ એસ્ટેટ માર્કેટમાં માગ માફક દરનાં ઘરો આગળ વધારશે. બેશક, માફક દરનાં ઘરોની બજારની આ ક્ષમતા પિછાણીને, હવે અન્ય રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવી રહ્યા છે. માગ તબક્કાવાર વધી રહી છે એ સાથે એક્ઝરબિયા એવો અંદાજ ધરાવે છે કે ડેવલપર્સ ગ્રાહકોની લવચિક હાઉસિંગ ફાઇનાન્સ અને સુગ્રથિત માળખાકીય સુવિધાઓની વધતી પસંદગીના મામલે સ્પર્ધા કરશે.
Media Contact:
Namrata Aswani
[email protected]
+91-9920710261
Business Head PR
ITW Consulting
Share this article