ન્યૂ દિલ્હી, May 23, 2017 /PRNewswire/ --
આ આલ્બમની 15% કમાણી કેન્સરપીડિત બાળકોની સારવાર માટે દાન કરવાની યોજના
દેશમાં પ્રતિભાશાળી બાળકોની ક્યારેય ઊણપ રહી નથી, પણ Shourya Kumar Lal ખરેખર વિશિષ્ટ પ્રતિભા છે. 15 વર્ષનો આ કિશોર અતિ સ્પર્ધાત્મક સંગીતની દુનિયામાં ચમકી રહ્યો છે. તેણે નાની વયે કેટલાંક લોકપ્રિય ગીતો કમ્પોઝ કરીને સંગીત ગુરુઓનું હૃદય જીતી લીધું છે. Shouryaએ 15 વર્ષની વયે સંગીત કમ્પોઝ કરવાની શરૂઆત કરી હતી અને 4 ગીતો રેકોર્ડ કર્યા છે. તે 5મું ગીત કમ્પોઝ કરી રહ્યો છે, જેથી 5 ગીતની સીરિઝ પૂર્ણ થાય. Tatv Aarvi Films and Music આ કિશોર સંગીતકારને તેનું પ્રથમ આલ્બમ 'આલ્બી' લોંચ કરવામાં મદદ કરી હતી. અહીં Shouryaની સંગીત ક્ષેત્રમાં સફરની YouTube લિન્ક છે https://www.youtube.com/watch?v=iSQSVIrCSI4
Shouryaએ પ્રથમ પંજાબી - અરેબિયન ફ્યુઝન ગીત 'આલ્બી' કમ્પોઝ કર્યું હતું. પ્લેબેક સિંગર Shivangi Bhayana, Aarvi અને Leo Sharmaએ ગાયેલા આ ગીતની YouTube લિન્ક https://www.youtube.com/watch?v=1p2hluuNKdA છે. આ ગીતમાં લીડ રોલમાં 'મેરી આશિકી તુમસે હૈ' ફેમ ટીવી સ્ટાર Shakti Arora છે, જે બાળપણથી તેને પ્રિય છે. આ કમ્પોઝિશને સંગીતની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો.
Shourya બોલીવૂડનાં અગ્રણી ગાયક કલાકારો Shaan, Benny Dayal, Roshni, Aish King તથા પંજાબનાં નવા અને સ્થાપિત ગાયક કલાકારો સાથે કામ કરવાની યોજના ધરાવે છે. Shouryaએ 6 મહિનામાં 5 મ્યુઝિક ટ્રેક લોંચ કરવાની યોજના બનાવ છે, જેમાંથી 4 પ્રસ્તુત થયા છે.
Shourya ખરેખર મેઘાવી બાળક છે. તેણે 5 વર્ષની વયે સંગીત શીખવાની શરૂઆત કરી હતી. તેને 10 વર્ષની વયે શિપ્રા મોલમાં લાઇવ પ્લે કરવા આમંત્રણ મળ્યું હતું. તેણે ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ તરીકે 8 ગીતો સાથે પ્રયોગ કરીને 'Shourya at 10' નામનું આલ્બમ બહાર પાડ્યું હતું. તે RD Burman, AR Rahman અને પ્રસિદ્ધ Richard Claydermanને પ્રેરણારૂપ માને છે. તેને ફ્યુઝન, રોક, બ્લૂ, ન્યૂ એજ, બોલીવૂડ વગેરેમાં રસ છે. તેને સંગીત અને સાઉન્ડ ડિઝાઇનની ફાઇનલ ટિપ્સ પર SherAzad, Guru Sharma માર્ગદર્શન આપે છે.
તે મ્યુઝિકોલોજી મારફતે ટ્રિનિટી સ્કૂલ લંડનમાંથી સંગીત શીખે છે. ઉપરાંત તેને Mr. Mukherjee, Mr. Eric, Mr. Jerry Silas, Mr. Anurag Dixit, Mr. Abhishek Awasthi, Mr. Aslam અને Mrs. Savitri જેવા સંગીતકારો તાલીમ આપે છે. તેઓ તેને પૂર્વ અને પશ્ચિમનું સંગીત શીખવે છે. Shourya બોલીવૂડમાં ટોચનો કમ્પોઝર બનવા ઇચ્છે છે. તેનું સ્વપ્ન Shahrukh Khan માટે સંગીત કમ્પોઝ કરવાનું છે. તેનાં Mr. R D Burmanને પોતાનાં આદર્શ મ્યુઝિક ડિરેક્ટર ગણે છે.
ગીત 'આલ્બી' કોર ટ્યુન મારફતે 110 પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેમાં આઇટ્યુન્સ, એમેઝોન મ્યુઝિક, હંગામા, સાવન સામેલ છે. ગીત 'આલ્બી' વેવ એન્ડ ફ્રેમ્સ સ્ટુડિયો, મુંબઈ અને ઇન્દરલોક સ્ટુડિયો, લુધિયાણામાં રેકોર્ડ થયું છે.
Tatv Aarvi Films and Music LLP વિશે
Tatv Aarvi Films and Music LLP નવી અને યુવા પ્રતિભાઓ સાથે ફિચર ફિલ્મ, શોર્ટ ફિલ્મ, વેબ સીરિઝ અને મ્યુઝિક વીડિયોને પ્રોત્સાહન આપવાનાં વિઝન સાથે શરૂ થયેલી નવી કંપની છે. કંપનીએ 5 મ્યુઝિક વિયોનું શૂટિંગ કર્યું છે અને આલ્બી આ સીરિઝનું પ્રથમ ગીત છે.
વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરો:
Vinayak Lal
[email protected]
+91-9958944446
Tatv Aarvi Films & Music LLP.
Share this article