Jindal Global Universityએ વિયેના ખાતે UN Panelમાં વિશ્વમાં વ્યાપ્ત ઓનલાઇન ક્રાઇમને ડામવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી
સોનિપત, ભારત અને વિયેના, May 30, 2017 /PRNewswire/ --
એક તરફ ઓનલાઇન સંદેશાવ્યવહાર અને ડિજીટલ ટ્રાન્ઝેક્શન્સના પ્રભુત્વએ સમગ્ર દુનિયામાં ક્રાંતિ લાવી દીધી છે તો બીજી તરફ ડિજીટલ પાઇરસી, સાઇબર સ્ટૉકિંગ, સેક્સ્ટોર્શન અને ઓનલાઇન છેતરપીંડી જેવા શ્રેણીબદ્ધ ભેદી જોખમો તેણે પેદા કર્યા છે.
O.P. Jindal Global University (JGU)ની The Jindal Institute of Behavioural Sciences (JIBS)એ હાલમાં જ વિયેના ખાતે યોજાઈ ગયેલ Commission on Crime Prevention and Criminal Justice (CCPCJ)ના 26મા સેશનમાં આગેવાની લઈ આ જોખમો પર પ્રકાશ પાડ્યો હતો. JGU એ World Society of Victimology અને Centro Nationale de Prevenzione e Difesa Socialeના સહયોગથી 'વિક્ટિમ્સ ઓફ ઑન્લીને કૉમ્યૂનિકેશન' અને 'સાઇકોસોશ્યલ એન્ડ કલચુરાલ આસ્પેક્ટસ લિડિંગ ટુ ડિજીટલ પાઇરસી' નામના બંને તરફી કાર્યક્રમનું આયોજન કરનાર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સહભાગી થનારી એકમાત્ર યુનિવર્સિટી છે.
સભ્ય રાષ્ટ્રો, સિવિલ સોસાયટી, શૈક્ષણિક સમુદાયો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરનારા 32 દેશોના 1,000થી વધુ સહભાગીઓએ CCPCJના 26મા સેશનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, CCPCJ એ United Nations Office on Drugs and Crime (UNODC)ના સંચાલક મંડળ તરીકે કામ કરે છે.
ગોષ્ઠીનો પ્રારંભ ઉચ્ચ-સ્તરીય ઓપનિંગ સેશન સાથે થયો હતો, જેના પછી વિષયગત ચર્ચાઓ, ગુના નિવારણની વ્યૂહરચનાઓનું પરિક્ષણ અને લોકભાગીદારી, કાયદાના શાસનના પક્ષમાં રહેલી સામાજિક નીતિઓ અને શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. CCPCJ ખાતેના મુખ્ય કાર્યક્રમની સાથે-સાથે આયોજિત કરવામાં આવેલા અન્ય કાર્યક્રમમાં સ્વાસ્થ્ય અને ન્યાય, સ્થળાંતર કરનારાઓની તસ્કરી, શાંતિપૂર્ણ અને સર્વસમાવેશી સમાજોને પ્રોત્સાહન, સાઇબરક્રાઇમ, સતત વિકાસ સાધવાના લક્ષ્યો, શહેરી ગુનાખોરીનું નિવારણ, જેલ, કન્ટેનર કન્ટ્રોલ અને ભ્રૂણ-હત્યા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
JIBSના પ્રિન્સિપલ ડિરેક્ટર Dr. Sanjeev P. Sahniએ સાઇબર સ્ટૉકિંગ, સાઇબર બુલિંગ, સેક્સ્ટોર્શન, પોર્નોગ્રાફી અને ઓનલાઇન છેતરપિંડીથી માંડીને ઓનલાઇન પીડિતોના વિવિધ સ્વરૂપો પર પોતાના વિચારો રજૂ કર્યા હતાં. તેમણે ડિજીટલ પાઇરસીના કામની આસપાસ ગૂંથાયેલ જટિલતાઓ પર પર પ્રકાશ પાડ્યો હતો અને ડિજીટલ પાઇરસીના સૂક્ષ્મ ભેદો સમજવા માટે વિસ્તૃત સંશોધન અને પ્રશિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Government of South Australiaના વિક્ટિમ્સ રાઇટ્સના કમિશનર Michael O' Connellએ ઓનલાઇન સંદેશાવ્યવહારની કાયદાકિય અને નૈતિક જટિલતાઓ અંગે ચર્ચા કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, કિશોરો ઓનલાઇન કૌભાંડોના પ્રાથમિક શિકાર હોય છે. World Society of Victimology ખાતે ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા Sarah Fletcherએ ગોષ્ઠીમાં વાત કરતાં ઓનલાઇન સંદેશાવ્યવહારના ભોગ બનેલા લોકોના હકો અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. તેમણે નાણાંકિય સંસ્થાઓની મદદ સિવાય પીડિતો માટે કૌભાંડ પછીની દરમિયાનગીરી પર ભાર મૂક્યો હતો.
Jindal Global Law Schoolના એસોસિયેટ પ્રોફેસર Dr. Indranath Guptaએ પોતાની વાતમાં ડિજીટલ પાઇરસીને નાથવા ઉપલબ્ધ કાયદાકિય માપદંડો અને તેની અસમર્થતા પ્રતિબિંબિત કરી હતી. તેમણે ડિજીટલ પાઇરસી સાથે કામ પાર પાડવાના માર્ગ તરીકે મજબૂત અમલની સાથે-સાથે નાગરિકોમાં સર્વસામાન્ય જાગૃતિ પેદા કરવાનું સૂચન પણ કર્યું હતું.
Centre for Victimology and Psychological Studies of JIBSના આસિસ્ટન્ટ ડિરેક્ટર Ms. Garima Jainએ 'ઈન્ટરનેટ ઈન્ફીડેલીટી: વિક્ટઈમ્સ ઓફ ડિજિટલ એજ' અને 'સાઇકોસોશ્યલ એન્ડ કલચુરાલ આસ્પેક્ટસ અફેકટીન્ગ ડિજિટલ પાઇરસી ઈન ઇન્ડિયા, સર્બિયા એન્ડ ચીના' પરનો આનુભાવિક અભ્યાસ રજૂ કર્યો હતો. આ અભ્યાસે ઉજાગર કર્યું હતું કે, લોકો સહકર્મીઓના પ્રભાવ, સામાજિક અળગાપણું અને પ્રાથમિક સંબંધોમાં માનસિક તણાવ જેવા પરિબળોને કારણે ઓનલાઇન છેતરપિંડીમાં લિપ્ત થાય છે.
United Nations Drug Control Programme અને Centre for International Crime Prevention વચ્ચે થયેલા વિલીનીકરણના પરિણામસ્વરૂપ વર્ષ 1997માં ગેરકાયદે દવાઓ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડત આપવામાં અગ્રણી એવી સંસ્થા UNODCની રચના થઈ હતી, જે પોતાની ક્ષેત્રીય કચેરીઓના વ્યાપક નેટવર્ક મારફતે વિશ્વના તમામ ક્ષેત્રોમાં સંચાલન કરે છે. Commission on Crime Prevention and Criminal Justice (CCPCJ)ની સ્થાપના Economic and Social Council (ECOSOC)ના રિઝોલ્યુશન 1992/1 દ્વારા થઈ હતી. આ કમિશન ગુના નિવારણ અને ફોજદારી ન્યાયના ક્ષેત્રમાં સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય નીતિ નિર્માણ સંસ્થા તરીકે કાર્ય કરે છે.
Jindal Institute of Behavioural Sciences (JIBS) વિશેઃ
Jindal Institute of Behavioural Sciences (JIBS) એ O.P. Jindal Global Universityની મૂલ્ય-આધારિત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જે સામાજિક વિજ્ઞાન, માનસિક સ્વાસ્થ્ય, ક્ષમતાનું મેપિંગ, ન્યુરોસાયન્સિઝ, ચેતા નિર્ણય વિજ્ઞાન, સંજ્ઞાનાત્મક વિજ્ઞાન, સાયકોબાયોલિજી મેનેજમેન્ટ વિજ્ઞાન, ફોરેન્સિક સાયન્સિઝ, સામાજિક મનોવિજ્ઞાન, ગુનાઇત વર્તણૂકો વગેરે જેવા વ્યાપક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરનાર એપ્લાઇડ અને એક્સપીરિમેન્ટલ બિહેવ્યરલ સાયેન્સિઝ સાથે સંબંધિત સતત ચાલતા પ્રયોગો, સંશોધનો અને શીખવાની ક્રિયા મારફતે હ્યુમન પ્રોસેસ કમ્પિટન્સિઝને સમજવા, તેનો વિકાસ કરવા અને તેનું અમલીકરણ કરવા માટે સમર્પિત છે.
મીડિયા સંપર્કઃ
Kakul Rizvi
Additional Director, Communication and Public Affairs
O.P. Jindal Global University
[email protected]
+91-8396907273
Share this article