ભુબનેશ્વર, ઇન્ડિયા, October 26, 2017 /PRNewswire/ --
ઓડિશાના લોકોના અતિશય ગૌરવ અને આનંદ વચ્ચે, Kalinga Institute of Social Sciences (KISS) ની Sumitra Nayak (17) ને નવ અન્ય વિદ્યાર્થીઓ સાથે પ્રખ્યાત 2017 ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પીસ પ્રાઇઝ માટે નામાંકિત કરવામાં આવી છે. 2017 ના નોમિનીઓ ફેરફારના નિર્માતા બનવાની ગુણવત્તા દર્શાવે છે.
(Photo: http://mma.prnewswire.com/media/590224/Sumitra_Nayak.jpg )
KISS ની રગ્બી ખેલાડી Sumitra, કોઈ પણ દુર્દશા તરફ હઠીલા વલણ માટે નામાંકિત કરવામાં આવી છે. અવર્ણનીય અવરોધો તેના માર્ગમાં ઉપસ્થિત થવા છતાં, તેને હિમ્મત નહિ હારી ને એને બદલે તે બીજાઓ માટે એક રોલ મોડેલ તરીકે ઉભરી. તેને ગયા વર્ષે પુણેમાં ટેડ ટોક આપવા માટે આમંત્રિત કરવામાં આવી હતી, જ્યાં તેને 'ડ્રીમર, અચીવર અને ટ્રેન્ડ સેટર તરીકે ગૌરવ આપવામાં આવ્યું હતું.'
તેનો જન્મ ઓડિશાના જાજપુર જિલ્લામાં થયો હતો અને અતિશય ગરીબી હેઠળ જીવન વીત્યું હતું, દિવસમાં માત્ર એક વક્તના ભોજન પર હયાત રહ્યા હતા. તેના પિતા શરાબી હતા, જેઓ ઘરે મોડા પરત આવતા અને ઘણી વખત તેની માતાને માનસિક અને શારીરિક બંને રીતે ત્રાસ આપતા. જ્યારે Sumitraના માતાથી વધુ સહન ન થયું, ત્યારે તેઓ Sumitra સાથે ભુવનેશ્વર ગયા, જે તે વખતે માત્ર ચાર વર્ષની હતી.
શરૂઆતમાં કોઈ પણ યોગ્ય નોકરી શોધવા માટે અસમર્થ હોવાથી, Sumitraના માતા, Gayatriને, તેમના બાળકોને ઉછેરવા માટે લાંબા કલાકો સુધી એક કામવાળી બાઈ તરીકે કામ કરવાની ફરજ પડી હતી. એક ઘરમાં કામ કરતી વખતે, Gayatriને KISS વિશે ખબર પડી, જે Prof. Achyuta Samanta દ્વારા સ્થાપવામાં આવી હતી અને Sumitraનો 2008 માં ત્યાં પ્રવેશ કરાવ્યો.
સુમિત્રા તેના મિત્રોના ભાર આપવા પર તરત જ એક 'વિચિત્ર રમત' તરફ ખેંચાઈ હતી, જે 'રગ્બી' તરીકે ઓળખાતું હતું, અને ટૂંક સમયમાં જ તે રમતને પૂજવા લાગી હતી અને 2009 માં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. 2012 માં, તેને તેનું પ્રથમ રાજ્ય-સ્તરનું મેચ રમ્યું હતું. બે વર્ષ બાદ, તેને U-13 વિમેન્સ રગ્બી વર્લ્ડ કપમાં ભાગ લીધો, ત્યાર બાદ નેશનલ ચૅમ્પિયનશિપ અને નેશનલ સ્કૂલ ગેમ્સમાં. તેને ગયા વર્ષે દુબઈમાં યોજાયેલી એશિયન ગર્લ્સ રગ્બી સેવેન્સ (U-18) માં તેની ટીમને કાંસ્ય ચંદ્રક જીતવામાં મદદ કરી હતી. Sumitra, એક પ્રથમ વર્ષ ગ્રેજ્યુએશન વિદ્યાર્થી, પોતાના જુનિયર્સને લંડનમાં થયેલા ટૂર-એઇડ અંડર-13 ગર્લ્સ ઇન્ટરનેશનલ રગ્બી ટુર્નામેન્ટ થી તાલીમ આપી રહી છે, જ્યાં તેને ટીમને વિજય અપાવ્યો હતો.
ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પીસ પ્રાઇઝ માટે તેના નોમિનેશન અંગે ટિપ્પણી કરતાં, ઉત્સાહીટ Sumitraએ જણાવ્યું હતું, "હું તેના વિશે જાણીને અત્યંત ખુશ છું. જો કે, તમામ ક્રેડિટ Samanta સરને જાય છે જેમણે મારું જીવન બદલી દીધું છે." આ દરમિયાન, Sumitraના નામાંકન માટે પ્રસન્નતા વ્યક્ત કરતા KIIT અને KISS ના સ્થાપક Prof. Achyuta Samantaએ તેને રાજ્ય અને ખાસ કરીને KISS ને તેની ઉત્કૃષ્ટ સિદ્ધિથી ખૂબ ગર્વ આપવા માટે અભિનંદન આપ્યું.
ધ કિડ્સ રાઇટ્સ ફાઉન્ડેશન 4 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પીસ પ્રાઇઝ 2017 આપશે. વાસ્તવમાં, આ ઇનામ વાર્ષિક ધોરણે એક બાળકને આપવામાં આવે છે, જે બાળકોના અધિકારો માટે હિંમતથી લડે છે. આ ઇનામની રજૂઆત કિડ્સ રાઈટ્સ દ્વારા કરવામાં આવી હતી જે બાળકો માટે એક એવું વિશ્વ બનાવવા માટે કામ કરે છે જેમાં તેમના અધિકારોની ખાતરી આપવામાં આવે છે અને તેઓને તેમની મહાન ક્ષમતાને પ્રાપ્ત કરવા માટે સક્ષમ કરે છે.
વધુ માહિતી માટે: https://kiss.ac.in/ પર જાઓ.
પ્રચાર માધ્યમ સંપર્ક:
Shradhanjali Nayak
[email protected]
+91-9437020240
Director, PR, KIIT University
Share this article