B.E.S.T Metasurg 2018 (Bariatric Endoscopy Surgery Trends)- કૉન્ફરન્સ ભારતમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવશે
પૂણે, ભારત, May 8, 2018 /PRNewswire/ --
B.E.S.T (Bariatric Endoscopy Surgery Trends) બેરિઆટ્રીક અને મેટાબોલિક સર્જરીના ક્ષેત્રે એક અત્યંત પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ છે જે સૌથી પ્રતિષ્ઠિત અને અનુભવી વિશ્વ નિષ્ણાતોને એકત્રિત કરે છે. અને આ પ્રથમ વખત છે કે તેનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે અને તે ભારતના ટોચના બેરિઆટ્રીક સેન્ટર- Laparo Obeso Centre, પૂણે ખાતે B.E.S.T Metasurg 2018 તરીકે આયોજિત કરવામાં આવી રહ્યું છે. IFSO, IEF, OSSI, PSS, IAGES સહિત મેદસ્વિતા (ઓબીસિટી) સંબંધિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંગઠનો દ્વારા કૉન્ફરન્સને સમર્થન આપવામાં આવ્યું છે.
આ મેગા પરિષદનો એકમાત્ર ધ્યેય છે: મેદસ્વિતા અને ડાયાબિટીસનું નિવારણ કરવું - સારવાર કરવી અને ઉપચાર કરવો. તેનું આયોજન 15-16 મી જૂન, 2018 ના રોજ JW Marriott, પૂણે ખાતે થઇ રહ્યું છે. 16 દેશોના નામાંકિત નામ આ કૉન્ફરન્સમાં કાર્યરત હશે; એક શૈક્ષણિક મહોત્સવ માટે મંચ તૈયાર થઇ ચૂક્યો છે. એક સાથે કાર્યરત પાંચ ઓપરેટિંગ થિયેટરોમાં રોજની 15 સર્જરી કરવાનું આયોજન છે. આ કૉન્ફરન્સમાં સામાન્ય બેરિઆટ્રીક પ્રક્રિયાઓ જેમ કે સ્લિવ ગેસ્ટ્રેક્ટોમીથી લઈને એડવાન્સ્ડ રિવીઝન બેરિઆટ્રીક પ્રક્રિયાઓ અને સાથોસાથ મેદસ્વી દર્દીઓમાં સામાન્ય શસ્ત્રક્રિયાઓ પ્રદર્શિત કરવાનું આશયિત છે. તેમાં એન્ડોસ્કોપિક ટેકનિકો સહિત રોબટિક પ્રક્રિયાઓ અને બેરિઆટ્રીક માટે નવા અભિગમ પણ સમાવિષ્ટ હશે.
સર્જરીઓ ઉપરાંત, પોષણ અને ફાર્માકોથેરાપી સહિત મેદસ્વિતાના પ્રબંધનના અન્ય પાસાંઓ અંગેના સત્ર પણ હશે. કૉન્ફરન્સના આયોજક Dr. Shashank Shah જણાવે છે કે, "મેદસ્વિતા અને ડાયાબિટીસ માટે સારવારના વિકલ્પોમાં સુધારો કરવાના હેતુ સાથે સ્ટૉલ્વર્ટ્સનું આ એક અનન્ય સંમેલન થવા જઈ રહ્યું છે. મેડિસિન એક વિકસિત થઇ રહેલું વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક ચર્ચાઓ આ વિજ્ઞાનમાં નવીનીકરણનું મૂળ છે. અમને ગર્વ છે કે B.E.S.T Metasurg 2018 દ્વારા તેમની સૌ પ્રથમ કૉન્ફરન્સ માટે અમારું કેન્દ્ર પસંદ કરવામાં આવ્યું છે. અમે આ ઇવેન્ટ માટે વિશ્વભરથી સહભાગિતાની આશા રાખીએ છીએ."
મેદસ્વી દર્દીઓ સાથે વ્યવહાર કરવા માટે એનેસ્થેટીસ્ટસ માટે આ એક અનન્ય તક છે કારણ કે સામાન્ય સર્જનો માટે મેદસ્વી દર્દીઓમાં એનેસ્થેસીયા પર ખાસ 'જીવંત' સત્ર હશે; મેદસ્વી દર્દીઓમાં હર્નિઆનું વ્યવસ્થાપન, એન્ડોસ્કોપિસ્ટ્સ તેમજ અગ્રિમ લેપ્રોસ્કોપિક સર્જન્સ માટે મેદસ્વી દર્દીઓમાં વિવિધ એંડોસ્કોપિક કાર્યવાહી વિશે જાણવા માટેની એક અનન્ય તક છે. કોસ્મેટિક તેમજ સામાન્ય સર્જનોને બેરિઆટ્રીક સર્જરી પછીના દર્દીઓમાં એબ્ડોમિનોપ્લાસ્ટી અને એબ્ડોમીનલ વૉલ (પેટની દિવાલ) ના પુનઃનિર્માણનો અનુભવ કરવાની તક મળશે. તમામ શાખાઓમાંથી આવનારા સર્જનોને પહેલા કયારેય ન અનુભવ્યું હોય તેવો અનુભવ કરાવે છે.
અગ્રણી વિદેશી ફેકલ્ટીની સહાય કરવા માટે નવા ઉભરતા સર્જનોને જીવનમાં એકવાર જેવી આ તક આપવાના હેતુ સાથે, આયોજકોએ ઑપરેશન થીઅટરમાં રહેવાની તક મળશે તેવા સર્જનો પસંદ કરવા માટે પ્રતિનિધિઓ વચ્ચે નિષ્પક્ષ-લકી ડ્રો રચેલ છે. B.E.S.T Metasurg 2018 નો ભાગ બનવા માટે, અહીં ક્લિક કરો http://best-metasurg.com/registration/
આખરે, આ ફક્ત ડૉક્ટરો માટે નહીં પરંતુ દર્દીઓ માટે પણ એક અનન્ય તક છે. B.E.S.T Metasurg 2018, ના ભાગરૂપે, ખાસ પૅકેજ પર શ્રેષ્ઠ ધોરણ અને સલામતી સાથેની બેરિઆટ્રીક પ્રક્રિયાઓ ઑફર કરવામાં આવશે. માત્ર વજન સંબંધી સમસ્યાઓનો સામનો કામ કરતા દર્દીઓ જ નહીં પણ પાછું વધેલા વજનવાળા દર્દીઓ અથવા બેરિઆટ્રીક સર્જરીની કોઈ પણ પ્રતિકૂળ અસરો ધરાવતા દર્દીઓ આ તકનો ઉપયોગ કરી શકે છે. આમ, સમગ્ર વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ સર્જનો અભિપ્રાય મેળવવા માટે આ તકનો સૌથી વધુ ઉપયોગ કરવા માટે દર્દીઓ અને ડોકટરોની અપીલ છે.
Laparo Obeso Centre, પૂણે વિશે
સર્જિકલ રિવ્યૂ કોર્પોરેશન, અમેરિકન બોર્ડ દ્વારા પ્રમાણિત તે શ્રેષ્ઠતાનું એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે. ભારતમાં બેરિઆટ્રીક સર્જરીઓ માટે તે એક સૌથી વધુ વોલ્યુમ ધરાવતું કેન્દ્ર છે. બેરિઆટ્રીક સર્જરીઓ સહિત "બેઝિક અને એડવાન્સ્ડ લેપ્રોસ્કોપિક સર્જરીઓ" માટે ભારતમાં તે પ્રથમ તાલીમ કેન્દ્ર છે. સમગ્ર ભારત અને એશિયા-પેસિફિક પ્રદેશના 300 થી વધુ સર્જનોને આ કેન્દ્રે તાલીમ આપી છે અને અવલોકન કર્યું છે. તેઓ "લેપ્રોસ્કોપિક સ્લિવ ગેસ્ટ્રેટોમી" ના સંશોધક છે અને ભારતના "ડાયાબિટીસના સર્જરી"ના સંશોધન અભ્યાસના સંશોધક છે.
મીડિયા સંપર્ક:
Dr. Shashank Shah
[email protected]
+91-9766316734
Laparo Obeso Centre
Share this article