Bajaj Finserv હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર પર રૂપિયા 50 લાખની ટૉપ-અપ ઑફર પ્રદાન કરે છે
પૂણે, ભારત, May 29, 2018 /PRNewswire/ --
Bajaj Finance Ltd., જે Bajaj Finserv ની ધિરાણ શાખા છે તેઓ તેમના ગ્રાહકોને રૂ. 50 લાખની વધારાની ટૉપ-અપ રકમ મેળવી શકવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે જયારે તેઓ અન્ય નાણાંકીય સંસ્થાઓ પાસેથી તેમની હોમ લોન Bajaj Finserv માં સ્થાનાંતરિત કરે છે. ગ્રાહકો તેમની રૂ. 50 લાખથી વધુની હોમ લોન પર બચતને મહત્તમ કરી શકે છે જયારે તેઓ હોમ લોનને Bajaj Finserv માં સ્થાનાંતરિત કરે છે, કારણ કે કંપની આ સુવિધા 8.40% વ્યાજના દરે આપી કરી રહી છે, જે બજારમાં સૌથી નીચો વ્યાજ દર છે.
ઘરનું નવીનીકરણ, લગ્નનો ખર્ચ, રજાના ખર્ચ અથવા નવી મિલકત ખરીદવા માટે સહિત, ટૉપ-અપ રકમનો ઉપયોગ ગ્રાહકો દ્વારા તેમને ગમે તે હેતુ માટે થઇ શકે છે. હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર અને સાથે ટૉપ-અપ લોનનો આ અનન્ય પ્રસ્તાવ ગ્રાહકોને તેમની તાત્કાલિક નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરી શકે છે અને તે જ સમયે તેમના ઇએમઆઈ બોજને પણ ઘટાડી શકે છે. આનાથી ગ્રાહકો તેમના નાણાંને અસરકારક રીતે સંચાલિત કરી શકશે અને તેમની બચતોને પણ મહત્તમ કરી શકશે.
Bajaj Finserv પર હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરીને ગ્રાહકો જે લાભની અપેક્ષા કરી શકે તેમાં કેટલાક મુખ્ય છે: -
બેલેન્સ ટ્રાન્સફર પર વધારાનું ટૉપ-અપ
હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર પસંદ કરનારા અરજદારોને રૂ. 50 લાખ ની રકમ જેટલા વધારાના ટૉપ-અપની સુવિધાનો વિકલ્પ છે જે ન્યૂનતમ વ્યાજ દરમાં ઉપલબ્ધ છે. ટૉપ-અપની રકમ બહુવિધ નાણાંકીય જરૂરિયાતોનો ઉકેલ લાવી શકે છે અને તેને એક અનુકૂળ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે.
ડોર સ્ટેપ (ઘર આંગણે) સુવિધા
ગ્રાહકો માટે સમગ્ર લોન વિતરણ પ્રક્રિયા સરળ બનાવવા માટે, ગ્રાહકના અનુકૂળ શેડ્યૂલ પ્રમાણે ગ્રાહકોના દસ્તાવેજો એકત્ર કરવા માટે Bajaj Finserv ડોર સ્ટેપ (ઘર આંગણે) સેવાની સુવિધા આપે છે. ઓળખ પુરાવા, સરનામાનો પુરાવો, આવકની વિગતો અને બેંક સ્ટેટમેન્ટ જેવા ન્યુનતમ દસ્તાવેજો સાથે પણ હોમ લોન માટે અરજી કરવાની પરવાનગી Bajaj Finserv તેના ગ્રાહકોને આપે છે.
હોમ લોનના માસિક ઇએમઆઈ ઘટાડો
વિવિધ ધિરાણકારો પાસેથી અલગ અલગ વ્યાજ દરો પર હોમ લોન ઉપલબ્ધ છે. ક્યારેક તમે એક ઊંચા વ્યાજ દર સાથેની હોમ લોન મેળવી હોઈ શકે છે, જેને જયારે કુલ સમયગાળાના પરિપ્રેક્ષ્યમાં ગણવામાં આવે ત્યારે તે નોંધપાત્ર રકમમાં બદલાતી જણાય છે. વર્તમાન હોમ લોનને Bajaj Finserv પર સ્થાનાંતરિત કરીને, ગ્રાહકો તેમના વર્તમાન હોમ લોનના વ્યાજ દરો પર ઘણા પૈસા બચાવી શકે છે.
વધુ સારી સેવાઓની ઉપલબ્ધતા
હાલના ધિરાણકર્તાના નિયમો અને શરતો અતિશય સખત હોય અને પુન:ચુકવણી સાથે તેઓ કોઈ પણ રાહત આપતા હોય નહીં તે સંભવ છે. જ્યારે તમે તમારી હોમ લોન Bajaj Finserv પર સ્થાનાંતરિત કરો છો ત્યારે તે સરળ ઓનલાઇન એકાઉન્ટ મેનેજમેન્ટ, અને નાણાંકીય શુલ્કમાં નોંધપાત્ર ઘટાડા સાથે સક્રિય ગ્રાહક સેવા મેળવે છે.
લવચિક ચુકવણી વિકલ્પો
Bajaj Finserv, 3-ઇએમઆઈ હોલિડે અથવા 4-વર્ષના પ્રિન્સિપલ હોલિડે જેવા લવચીક પુનઃચુકવણી વિકલ્પો પ્રદાન કરે છે જેનાથી તમે તમારા નાણાંનું આયોજન વધુ સારી રીતે કરવામાં મદદ મેળવી શકો છો. Bajaj Finserv Hybrid Flexi loan વિકલ્પ ગ્રાહકને પ્રારંભિક ચાર વર્ષ માટે માત્ર ઇએમઆઈ તરીકે જ વ્યાજ ચૂકવવા માટે પરવાનગી આપે છે. 3-ઇએમઆઈ હોલિડે વિકલ્પ ગ્રાહકને હોમ લોન મેળવવાના ત્રણ મહિના બાદથી ઇએમઆઈની ચુકવણી શરૂ કરવાની પરવાનગી આપે છે.
મહત્તમ બચત કરો:- વર્તમાનની ઊંચા વ્યાજ દર સાથેની હોમ લોનને 8.40% દર પરની Bajaj Finserv ની નીચા વ્યાજ દર વાળી હોમ લોન પર સ્થાનાંતરિત કરીને નાણાંકીય કટોકટીના સમયગાળા દરમિયાન બચત વધારવામાં મદદ મળી શકે છે. આનાથી તમને તમારી નાણાંકીય સ્થિતિનું અસરકારક આયોજન કઈ શકવામાં મદદ મળશે.
Bajaj Finance Limited વિશે
Bajaj Finance Limited, જે Bajaj Finserv ગ્રૂપની ધિરાણ અને રોકાણ માટેની શાખા છે તે ભારતના બજારોમાં સૌથી વધુ વૈવિધ્યસભર એનબીએફસી પૈકી માંની એક છે, જે સમગ્ર દેશમાં 21 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીના ઉત્પાદનોમાં કનઝ્યુમર ડ્યૂરેબલ લોન, લાઇફસ્ટાઇલ ફાઈનાન્સ, ડિજિટલ પ્રોડક્ટ ફાઈનાન્સ, પર્સનલ લોન્સ, પ્રોપર્ટી સામે લોન, નાના બિઝનેસ માટે લોન્સ, હોમ લોન્સ, ક્રેડિટ કાર્ડ્સ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન્સ, કન્સટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન્સ, સિક્યોરિટીઝ અને રૂરલ (ગ્રામીણ) ફાઈનાન્સ પરની લોન જેમાં ફિકસ્ડ ડિપોઝિટ અને એડવાઇઝરી સર્વિસિસ સહિત ગોલ્ડ લોન્સ અને વેહિકલ રીફાઈનાન્સિંગ લોન્સનો સમાવેશ થાય છે. Bajaj Finance Limited આજે દેશમાં કોઈ પણ એનબીએફસી માટે FAAA/Stable ની સૌથી વધુ ક્રેડિટ રેટિંગ ધરાવતા ગર્વ અનુભવે છે.
વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.bajajfinserv.in
મીડિયા સંપર્ક:
Ashish Trivedi
[email protected]
+91-9892500644
Bajaj Finance Ltd
Share this article