Informa Markets in India અને KDCL Unveil INFRACONEX
ઓગસ્ટ 2021માં ભારતીય બાંધકામ ઉપકરણોના બજાર માટે એક વ્યાપક પ્લેટફોર્મ
ગાંધીનગર અને મુંબઈ, ભારત, Sept. 18, 2020 /PRNewswire/ -- Informa Markets, (ભૂતપૂર્વ UBM India), ભારતના અગ્રણી B2B પ્રદર્શન આયોજક અને K and D Communication Ltd. (KDCL) સંયુક્ત સાહસમાં, આજે એક નવા પ્રદર્શન 'INFRACONEX'નું અનાવરણ કર્યુ છે કે જે ભારતીય બાંધકામ સાધન ક્ષેત્રમાં સેવા આપે છે, ઉદ્યોગ ડ્રાઇવરો માટે ઉકેલો પૂરા પાડે છે અને ઉચ્ચ કન્ટેન્ટ સંચાલિત કોન્ફરન્સ, સેમિનાર અને ઉત્પાદન પ્રસ્તુતિ દ્વારા ભારતના બાંધકામ સાધનોના બજારના પડકારોની આગાહી કરે છે. 6ઠ્ઠી - 8મી ઓગસ્ટ 2021, ગાંધીનગર ગુજરાત ખાતે આયોજીત કરવામાં આવનાર ત્રણ દિવસીય પ્રદર્શન, નવું લોન્ચ, બાંધકામમાં ઓટોમેશન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે, ઉદ્યોગ ડ્રાઇવરોને ઉકેલો પ્રદાન કરશે અને ઉચ્ચ કન્ટેન્ટ સંચાલિત કોન્ફરન્સ, સેમિનાર અને ઉત્પાદન પ્રસ્તુતિ દ્વારા ભારતના બાંધકામ સાધનોના બજારના પડકારોની આગાહી કરશે. જાહેરાત Shri Satin Sachdeva- સ્થાપક પ્રધાન - બાંધકામ સાધનો ભાડા એસોસિએશન (CERA); Shri Arvind Patel ચેરમેન ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન (GCA); Shri Sanket Shah- પૂ. સેક્રેટરી, GIHED CREDAI, Shri Yogesh Mudras,મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India અને Shri Samir Kapoor- હેડ પ્રોજેક્ટસ – KDCLની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ ખાતે વર્ચ્યુલ હાજરી દ્વારા ચિન્હિત થશે.
COVID-19ના લાગુ લોકડાઉન બાદ દેશના અર્થતંત્ર અને બાંધકામ ઉદ્યોગ બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ અભૂતપૂર્વ પ્રસંગોએ ખાનગી ઉદ્યોગોમાં નિરાશાવાદી દૃષ્ટિકોણ અને ખર્ચ ઓછો હોવાને કારણે પરપ્રાંતિય મજૂરને તેમના વતન પાછા ફરવાની ફરજ પાડતા ઉદ્યોગોને સ્થગિત થવાની ફરજ પડી હતી. એક્સ્પોનો સમય બજારમાં ખાસ કરીને હાલના રોગચાળાના દૃશ્યમાં જ્યાં ઉદ્યોગો પુનરુત્થાનની રાહમાં છે તેની ગતિવિધિઓ સાથે સુસંગત છે. GLEEDS દ્વારા તાજેતરના સંશોધન અહેવાલ મુજબ, બજારમાં સામાન્ય ભાવનાઓ બતાવે છે કે વ્યવસાય ધીરે ધીરે આગળ વધશે, આમછતાં, Q4 2020 નબળું થી મધ્યમ વળતર છે અને Q2 2021માં જ સામાન્ય પરત આવે તેવી અપેક્ષા રાખવામાં આવશે, એ શરતે કે રસી વર્ષ 2020 સુધીમાં ભારતમાં મળી આવે છે અને તેનું વિતરણ કરવામાં આવે છે.
સરકારના આત્મનિર્ભર ભારત મિશન અને ભારતના GDPમાં MSMEના યોગદાનને હાલના 29% કરતા વધારીને 50% કરવાની દ્રષ્ટિ સાથે, કાર્યક્રમ MSME પેવેલિયન ખાતે ખાસ ભાવો સાથે MSME કંપનીઓને પણ સુવિધા આપશે અને પોલિસી બનાવનાર અને ખરીદદારોને મિટીંગ કરવા દેશે. ઓનલાઇન વ્યવસાય કરવામાં સરળતા આપવા ઉપરાંત, એક્સ્પો વિદેશી ઉત્પાદ સાથે વૈશ્વિક નેટવર્કિંગ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.
INFRACONEX 2021ના અનાવરણની વર્ચ્યુઅલ પ્રેસ મીટ પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India, એ કહ્યુ, "ભારતીય માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઇવે બાંધકામ ઉદ્યોગ, સાધનો અને સામગ્રી, અર્થતંત્ર ચલાવવાનો સૌથી મોટો ઘટક અને કૃષિ પછીનો બીજો સૌથી મોટો નિયોક્તા છે. સરકાર દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા માટે સામાજિક અને આર્થિક માળખાગત વિકાસ માટે 2020-25 માટે ₹111 ટ્રિલિયનના રોકાણ સાથે, બાંધકામ ઉપકરણોના બજાર જેવા સંલગ્ન ઉદ્યોગોને વધારવામાં આવશે. InfraConex ઉદ્યોગના બધા ભાગીદારો માટે અનુભવ કેળવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે જેમકે બાંધકામ સાધનોની કંપનીઓ, વિતરકો, નીતિ ઘડવૈયા, સરકાર, નાણાકીય સંસ્થાઓ, એસોસિયેશન, સંસ્થાનો, ફોરમ અને બાંધકામ સાધનોના બજાર સંબંધિત જોડાણ. એક્સ્પો બાંધકામ ક્ષેત્રની MSME કંપનીઓને MSMEને ભંડોળ આપવાની સરકારની નીતિઓને વધુ સારી રીતે સમજવા માટે નાણાકીય સંસ્થાઓ સાથે જોડાવા માટે પણ મદદ કરશે. આ ત્યારે ખાસ કરીને વધુ ઉપયોગી થશે કે 30% ઉપકરણ ઉત્પાદકો ગુજરાત આધારિત MSMEનો સમાવેશ કરે છે. MSME દ્વારા ઉત્પાદિત નવીન ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે વિશેષ પ્રોડક્ટ્સ ઝોન બનાવવામાં આવશે."
"InfraConex માટે KDCL સાથે ભાગીદાર થવા માટે અમને ખૂબ જ ગર્વ અનુભવાય છે કે જે તેમના વિશ્વવ્યાપી નેટવર્કીંગ, પ્રી-ઇમ્પોર્ટિવ પ્લાનિંગ અને અમલ માટે અમને સપોર્ટ કરશે. પશ્ચિમી ક્ષેત્રમાં મજબૂત આધાર સાથે, KDCL સાથે અમારો સહયોગ બાંધકામ ઉપકરણોના ક્ષેત્ર માટેનું મંચ ઉભું કરશે. અમે તેમની સાથે પ્રખ્યાત ભાગીદારીની આશા રાખીએ છીએ," એમ તેમણે આગળ ઉમેર્યુ.
એક્સ્પો ઉદ્યોગના વિવિધ ભાગીદારો વચ્ચે અર્થપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયાઓ કરી બાંધકામ ઉપકરણોના બજારના વિકાસમાં ઉત્પ્રેરક બનશે જેમકે જેમ કે ઉત્પાદકો, સપ્લાયર્સ, ડિસ્ટ્રિબ્યુટર, નીતિ નિર્માતાઓ, રોકાણકારો, નોડલ એજન્સીઓ અને એસોસિએશનો. તે ઉદ્યોગ માટે આગલા સ્તર પર જવા માટે પાથ-તોડવાની તકનીકીઓ, ઓટોમેશન અને ઉકેલોને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે. તે ઉદ્યોગના હોદ્દેદારોને નવીનતમ ઉત્પાદનો અને તકનીકીઓનું અન્વેષણ કરવામાં મદદ કરશે અને આમ તેમને CAPEX સંબંધિત નિર્ણય કરવામાં મદદ કરશે. આ એક્સ્પો કોન્ફરન્સ અને સેમિનાર દ્વારા ઉદ્યોગના મુખ્ય પ્રભાવકો દ્વારા નોલેજ ફોરમનું પણ આયોજન કરશે અને ઉદ્યોગ માટે પડકારો અને આગળ વધવા પર મન ઉત્તેજક ચર્ચાની સુવિધા પૂરી પાડશે.
Infraconexનું અસોસિયેશન જેવાંકે ભારતીય બાંધકામ ઉપકરણોનું ઉત્પાદન એસોસિએશન -I-CEMA; બાંધકામ સાધનો ભાડા એસોસિએશન - CERA; ક્રેન ઓનર્સ એસોસિએશન ઓફ ઇન્શિયા- (COAOI); બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્શિયા- BAI; મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ હાઉસિંગ ઉદ્યોગ - CREDAI- MCHI; કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઇન્ડિયા (CREDAI); CREDAI ગુજરાત; રાષ્ટ્રીય સ્થાવર મિલકત વિકાસ પરિષદ - NAREDCO; ટનલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા - TAI; ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન્સ; રેડી મિક્સ કોંક્રિટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન -RMCMA અને ફ્લુઇડ પાવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા સારી રીતે સ્વાગત કરવામાં આવ્યુ છે.
કાર્યક્રમમાં પ્રદર્શકો બાંધકામ સંબંધિત વિવિધ ઉદ્યોગોમાંથી હશે જેમકે અર્થમૂવિંગ, ડિમોલિશન અને પરિવહન ઉપકરણો; રસ્તાઓ, બંદરો અને ફાઉન્ડેશન સાધનો, મકાન અને કોંક્રિટ ક્ષેત્ર; પ્રશિક્ષણ, હેન્ડલિંગ અને હાઇડ્રોલિક; ઓટોમેશન અને આઈટી; અને સલામતી સાધઓ. COVID રોગચાળા પછી બાંધકામ ઉદ્યોગનો પ્રથમ ભૌતિક એક્સ્પો આર્કીટેક્ટ, બિલ્ડરો/ડેવલપરો, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાકટરો, ડિસ્ટ્રિબ્યુટર્સ / રિટેલરો, મોટી EPC, નાણાકીય / લીઝિંગ કંપનીઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગ સંગઠનો, ખાણકામ કંપનીઓ, OEM ઉત્પાદકો, ઓઇલ રિફાઈનરીઓ, બંદર કંપનીઓ, પાવર પ્લાન્ટ્સ, જાહેર ક્ષેત્રના નિર્ણય ઉત્પાદકો, ભાડાકીય કંપનીઓ, સલામતી કંપનીઓ અને સ્પેર પાર્ટ્સ અને કમ્પોનન્ટ ઉત્પાદકોને આકર્ષિત કરે તેવી સંભાવના છે
Informa Markets વિશે
Informa Markets ઉદ્યોગો અને નિષ્ણાત બજારોમાં વેપાર, નવીનતા અને વિકાસ માટે પ્લેટફોર્મ બનાવે છે. અમારા પોર્ટફોલિયોમાં 550થી વધુ આંતરરાષ્ટ્રીય B2B કાર્યક્રમો અને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને રીઅલ એસ્ટેટ, ફેશન અને એપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજ અને આરોગ્ય અને પોષણ સહિતની બજારમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમે સામ-સામે પ્રદર્શનો, નિષ્ણાત ડિજિટલ સામગ્રી અને એક્શનિએબલ ડેટા સોલ્યુશન્સ દ્વારા સંલગ્ન, અનુભવ અને વ્યવસાય કરવાની તકો સાથે વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારો પ્રદાન કરીએ છીએ. વિશ્વના અગ્રણી એક્સિબિશન આયોજક તરીકે, અમે તકો ઉભી કરી અને વર્ષના 365 દિવસ ખીલવામાં મદદ કરી જીવનમાં વૈવિધ્યસભર બજારોની વિવિધ શ્રેણી લાવીએ છીએ. વધુ માહિતી માટે કૃપા કરી www.informamarkets.com ની મુલાકાત લો.
ભારતમાં Informa Markets અને અમારા વેપાર વિશે
Informa Marketsએ Informa PLCની માલિકી છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ UBM India) ભારતના અગ્રણી એક્ઝિબિશન આયોજક છે, જે એક્સિબિશન, ડિજિટલ સામગ્રી અને સેવાઓ અને કોન્ફરન્સિસ અને સેમિનાર દ્વારા સ્થાનિક અને વિશ્વભરમાં વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે નિષ્ણાત બજારો અને ગ્રાહક સમુદાયોને મદદ કરવા માટે સમર્પિત છે. દરવર્ષે, અમે દેશભરમાં ઉદ્યોગ પુરસ્કારો અને તાલીમ સાથે 25થી વધુ મોટા સ્કેલના એક્સિબિશનો, 40 કોન્ફરન્સિસ કરીએ છીએ; આમ બહુવિધ ઉદ્યોગ યામો પર વેપાર સક્ષમ કરીએ છીએ. ભારતમાં, Informa Marketsની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઈમાં ઓફિસો છે. વધુ વિગતો માટે કૃપા કરી - https://www.informamarkets.com/en/regions/asia/India.html ની મુલાકાત લો.
KDCL વિશે
K અને D Communication Ltd બે દાયકા જૂની કંપની છે જેને ઉદ્યોગના વિશિષ્ટ પ્રદર્શનો અને સમિટના આયોજનમાં અનુભવ છે. આયોજન, સંચાલન અને વિકાસ જેવા વૈવિધ્યપૂર્ણ વિભાગ ધરાવતું પ્રથમ જૂથ. KDCL વિવિધ પ્રદર્શનો દ્વારા વૈશ્વિક સ્તરે ભારતીય ઉત્પાદન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે જેમકે ENGIMACH, ઇન્ડિયા મશીન ટૂલ્સ શો, રાજકોટ અને પુણે મશીન ટૂલ્સ શો. તે વિવિધ પ્રધાનમંડળ અને રાજ્ય સરકારો સાથે તેમના પ્રદર્શનો અને સંમેલનો યોજવા માટે સંકળાયેલ છે જેમકે ઇન્ડિયા સાયન્સ કોંગ્રેસ, ક્રેડિબલ છત્તીસગઢ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, પ્લાસ્ટિઇન્ડિયા વગેરે. KDCLએ ગુજરાતના ગાંધીનગરમાં અલ્ટ્રા-મોર્ડન, સ્ટેટ ઓફ ધ આર્ટ એક્ઝિબિશન સેન્ટર બનાવીને હરણફાળ ભરી છે. વધુ માહિતી માટે કૃપા કરી https://www.kdclglobal.com/ ની મુલાકાત લો.
કોઇપણ મિડિયા પ્રશ્નો માટે મહેરબાની સંપર્ક કરો:
Roshni Mitra - [email protected]
ફોટો: https://mma.prnewswire.com/media/1275376/INFRACONEX_Logo.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/1275377/KDCL.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article