Personal Care Ingredients & Lab ઇન્ડિયા ઓક્ટોબર 28-30, 2021 ના મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવશે
મુંબઇ, ભારત, 10 ફેબ્રુઆરી, 2021 /PRNewswire/- બ્યુટી ઇન્ડસ્ટ્રી માટે રૉ મટેરીયલ (કાચો માલ), ઈન્ગ્રેન્ડિયન્ટ્સ (સામગ્રી) અને લૅબને સમર્પિત એક્ઝિબીશન Personal Care Ingredients & Lab (PCIL) ની પહેલી આવૃત્તિનું આયોજન 28-30મી ઓક્ટોબર, 2021 ના બોમ્બે કન્વેનશન અને એક્ઝિબીશન સેન્ટરમાં મુંબઇ ખાતે થશે. એક્ઝિબીશન સુવિખ્યાત Cosmoprof India શો સાથે સહ-સ્થિત હશે. Informa Markets દ્વારા ભારતમાં આનું આયોજન કરવામાં આવ્યું છે અને BolognaFiere Group, PCIL આ ક્ષેત્રના ખરીદદારો અને વેચાણકર્તાઓને મળવા, નેટવર્ક કરવા, ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા અને તેમનો વ્યવસાય વધારવા અને પર્સનલ કેર ઈન્ગ્રેન્ડિયન્ટ્સ ઇન્ડસ્ટ્રીની આર્થિક ઉત્ક્રાંતિમાં મદદ માટે એક ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ પ્રદાન કરશે. પ્રદર્શિત ક્ષેત્રોમાં મુખ્યત્વે કોસ્મેટિક ઈન્ગ્રેન્ડિયન્ટ્સ, રૉ મટેરીયલ અને કોન્ટ્રેક્ટ ઉત્પાદન, પેકેજિંગ અને મશીનરી, આયુર્વેદ, એસેન્શિયલ ઓઇલ્સ, ફ્રેગ્રન્સ ઈન્ગ્રેન્ડિયન્ટ્સ, લૅબ ઈક્વિપમેન્ટ્સ અને ટેસ્ટિંગ અને રેગ્યુલેટરી સોલ્યુશન્સ શામેલ છે.
BolognaFiere ના પ્રેસિડન્ટ Gianpiero Calzolari એ જણાવ્યું હતું કે, "PCIL - Personal Care Ingredients & Lab ભારતમાં પોતાની હાજરી વિસ્તારિત કરવામાં રસ ધરાવતા અમારા હિતધારકો માટે વ્યવસાયની એક નવી તક રજૂ કરે છે," - "બ્યુટી ઉત્પાદકો અને સપ્લાયર્સ લેબોરેટરી તકનીકોમાં સૌથી નવું શું છે, સૌથી નવીન રસાયણો અને નવા ઈન્ગ્રેન્ડિયન્ટ્સ પરના નવીનતમ સંશોધનના પરિણામો અંગે જાણશે. PCIL બ્યુટી ઇન્ડસ્ટ્રીના વિકાસ અંગે એક અનન્ય, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે અને ભવિષ્યના પડકારો અને વલણોનો સામનો કરવા નવા ઉકેલો સૂચવશે."
PCIL ની પહેલી આવૃત્તિની જાહેરાત વખતે બોલતા, ભારતમાં Informa Markets ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી Yogesh Mudras દ્વારા જણાવાયું હતું કે, "COVID-19 આઉટબ્રેકની અસરથી ગ્રાહકોના મનમાં અને તેમની વ્યક્તિગત અને આરોગ્યસંભાળ ઉત્પાદનોની બાબતમાં તેમની જાગરૂકતા અને તેમની ખરીદવાની રીતમાં સ્પષ્ટ અને કાયમી પરિવર્તન આવ્યું છે. સોશિયલ આઇસોલેશન અને ડિસ્ટનસિંગ અને 'પોતાની સાથે' ગાળેલા પૂરતા 'મી-ટાઇમ' થી ગ્રાહકોની સેલ્ફ-કેર જરૂરિયાતોમાં વધુ જાગૃતિ આવી છે જેને કારણે આ ઇન્ડસ્ટ્રીને વેગ મળ્યો છે. વધુમાં, માર્કેટની જરૂરિયાતો ઇનોવેશન્સ (નવીનીકરણ) દ્વારા સંચાલિત થાય છે જે કુદરતી ઈન્ગ્રેન્ડિયન્ટ્સની માંગ દર્શાવે છે, કારણ કે ગ્રાહકો તેઓ ખરીદી કરે છે તે ઉત્પાદનોના ઈન્ગ્રેન્ડિયન્ટ્સ વિશે વધુ કાળજી લેતા થયા છે, તેથી જ ખાસ કરીને સ્કિન (ત્વચા) અને હર કેર (વાળની સંભાળ) ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન નિર્માતાઓની જરૂરિયાતોને તે સંચાલિત કરે છે. ઓક્ટોબર 2021 માં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલ Cosmoprof India નો પૂરક Personal Care Ingredients & Lab India (PCIL) શો તેની પહેલી આવૃત્તિમાં ખરીદદારો અને વેચાણકર્તાઓની ઇન્ડસ્ટ્રી અંગેની જરૂરિયાતોને પૂરી કરવાનું લક્ષ્ય ધરાવે છે, જે પર્સનલ કેર ઈન્ગ્રેન્ડિયન્ટ્સ, મશીનરી અને પેકેજિંગ અંગે નોવેલ્ટી અને ટ્રેન્ડ્સ સાથોસાથ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા જ્ઞાન સત્રો પૂરા પાડે. વિશિષ્ટપણે ભારતમાં રસીનું આગમન, હળવા થઇ રહેલા પ્રવાસ પ્રતિબંધો અંગેના તાજેતરના સમાચારો સાથે, ઓક્ટોબર સુધીમાં માર્કેટને પણ સામાન્યતા અને આત્મવિશ્વાસ પાછા ફરવા માટે પૂરતો સમય મળશે અને પ્રદર્શકો અને મુલાકાતીઓને ભાગ લેવા માટે વધુ સારી અને સલામત સ્થિતિ પ્રદાન કરશે. અમે આ વર્ષે અત્યંત અપેક્ષિત તેવા બાઉન્સ બૅક સાથે ઇન્ડસ્ટ્રીની સહભાગિતાની આશા રાખીએ છીએ."
વધુ માહિતી માટે, કૃપા કરીને https://www.pci-labexpo.com/ જુઓ.
BolognaFiere Group વિશે (www.bolognafiere.it )
BolognaFiere Group કોસ્મેટિક્સ, ફેશન, આર્કિટેક્ચર, બિલ્ડીંગ, આર્ટ અને ક્લચરના ક્ષેત્રોમાં વિશ્વનું અગ્રણી ટ્રેડ શો આયોજક છે અને વિશ્વના સૌથી અદ્યતન એક્ઝિબીશન સેન્ટરમાંનું એક ધરાવે છે. BolognaFiere Group ઇટાલી અને વિદેશમાં 80 થી વધુ ઇવેન્ટ્સના એક્ઝિબીશન પોર્ટફોલિયો સાથે ત્રણ એક્ઝિબીશન સેન્ટર (બોલોગ્ના, મોડેના અને ફેરારા) નું સંચાલન કરે છે. BolognaFiere Group માં ઘણી કંપનીઓ શામેલ છે જે ઇવેન્ટ સેવાઓની વિસ્તૃત શ્રેણી પ્રદાન કરે છે અને કંપનીઓને તેમના એક્ઝિબીશનમાં સફળતાપૂર્વક ભાગ લેવા માટે જરૂરી તમામ વિશેષ સેવાઓ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે.
BolognaFiere Cosmoprof વિશે (www.cosmoprof.com )
BolognaFiere Cosmoprof, BolognaFiere Group ના ભાગ રૂપે, Cosmoprof Worldwide Bologna નું આયોજન કરનાર ગ્રુપ છે. Cosmoprof Worldwide Bologna, બ્યુટી વ્યાવસાયિકો માટે વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ મિટિંગ પોઇન્ટ છે, જેની સ્થાપના 1967 માં થઈ હતી અને આયોજન ઇટાલીના બોલોગ્ના ખાતે થયું હતું. 2019 આવૃત્તિ માટે, Cosmoprof દ્વારા વિદેશી વ્યાવસાયિકોના 10% અને 70 દેશોના 3,033 પ્રદર્શકોના વધારા સાથે, વિશ્વના 150 દેશોના 265.000 થી વધુ મુલાકાતીઓ નોંધવામાં આવ્યા હતા. બોલોગ્ના, લાસ વેગસ, મુંબઈ અને હોંગકોંગ, ચાઇના (Cosmoprof Worldwide Bologna, Cosmoprof North America, Cosmoprof India, અને Cosmoprof Asia સાથે) માં તેની ઈવેન્ટ્સ સાથે Cosmoprof પ્લેટફોર્મ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. તાજેતરમાં નેટવર્કના પાંચમાં એક્ઝિબીશનની જાહેરાત કરવામાં આવી છે: થાઇલેન્ડમાં Cosmoprof CBE ASEAN, દક્ષિણ-પૂર્વ એશિયામાં કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી પર ધ્યાન કેન્દ્રિત કરશે. Cosmoprof પ્લેટફોર્મ, જર્મન ગ્રુપ Health and Beauty ના સંપાદન સાથે યુરોપમાં, Beauty Fair -Feira Internacional De Beleza Profissional સાથેના સહયોગ સાથે દક્ષિણ અમેરિકામાં અને એશિયામાં તેના પ્રભાવને સશક્ત બનાવશે.
Informa Markets વિશે
Informa Markets વેપાર, નવીનતા અને વૃદ્ધિ માટે ઇન્ડસ્ટ્રી અને વિશિષ્ટ માર્કેટ્સ માટે પ્લેટફોર્મનું નિર્માણ કરે છે. અમારા પોર્ટફોલિયોમાં 550 થી વધુ આંતરરાષ્ટ્રીય B2B ઇવેન્ટ્સ અને અન્યો ઉપરાંત હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને રીઅલ એસ્ટેટ, ફેશન એન્ડ અપેરલ, હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, અને હેલ્થ અને ન્યૂટ્રિશન સહિતના માર્કેટ્સમાં બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. Informa Markets વિશ્વભરના ગ્રાહકો અને ભાગીદારોને ફેસ-ટુ-ફેસ પ્રદર્શનો, વિશિષ્ટ ડિજિટલ વિષયવસ્તુ અને કાર્યવાહીયોગ્ય ડેટા સોલ્યુશન્સ મારફતે જોડાણ સાધવાની, અનુભવ પ્રાપ્ત કરવાની અને વ્યવસાય કરવાની તકો પ્રદાન કરે છે. વિશ્વમાં પ્રદર્શનોના અગ્રણી આયોજક તરીકે, અમે વિશિષ્ટ માર્કેટ્સની વૈવિધ્યસભર શ્રેણીને જીવંત કરીએ છીએ, તકોને ઉપલબ્ધ બનાવીએ છીએ અને વર્ષના 365 દિવસ તેમની વૃદ્ધિમાં મદદ કરીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને www.informamarkets.com જુઓ.
Informa Markets અને ભારતમાં તેના વ્યવસાય વિશે
Informa Markets ની માલિકી Informa PLC ધરાવે છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ આયોજક છે. ભારતમાં Informa Markets (અગાઉ યુબીએમ ઇન્ડિયા) એ ભારતના અગ્રણી એક્ઝિબીશન આયોજક છે, જેઓ પ્રદર્શનો, ડિજિટલ વિષયવસ્તુ અને સેવાઓ, અને કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા સ્થાનિક અને વિશ્વભરના વિશિષ્ટ માર્કેટ્સ અને ગ્રાહકોના સમુદાયોને, વેપાર, નવીનીકરણ અને વિકાસ માં મદદ કરવા પ્રત્યે સમર્પિત છે. દર વર્ષે, અમે દેશભરમાં ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ, અને તાલીમ સાથોસાથ 25 થી વધુ, મોટા એક્ઝિબીશન, 40 કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ; જે બહુવિધ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ વચ્ચે વેપારને સક્ષમ બનાવે છે. ભારતમાં, Informa Markets મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે ઑફિસો ધરાવે છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને www.informamarkets.com/en/regions/asia/India.html જુઓ.
અમને ફૉલો કરો! https://www.pci-labexpo.com/ l Facebook l LinkedIn l Instagram l Twitter
ફોટો: https://mma.prnewswire.com/media/1435608/PCIL.jpg
લોગો: https://mma.prnewswire.com/media/1341683/BolognaFiere_Informa_Markets_Logo.jpg
Share this article