મુંબઈ, January 20, 2016 /PRNewswire/ --
ભારતમાં સૌપ્રથમવાર મોડ્યુલર કિચનનો કૉન્સેપ્ટ લાવનાર મોડ્યુલર કિચન સ્પેશિયાલિસ્ટ SleekWorld રીડર્સ ડાયજેસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ સરવે, 2015, ભારતની '‘મોડ્યુલર કિચન ફિટિંગ્સ'’ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો છે. TNS નામના સ્વતંત્ર બોર્ડ દ્વારા આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામો સમગ્ર દેશમાંથી એકઠા કરેલા સેંકડો ગ્રાહકોના મતો પર સંપૂર્ણપણે આધારિત છે. આ પરિણામોએ ફરીથી સુનિશ્ચિત કરી આપ્યું છે કે, પરિપૂર્ણતા અને ચોક્કસાઈ બાબતે સ્લીકે પ્રાપ્ત કરેલી ઓળખની તુલનાએ કોઈ આવી શકે તેમ નથી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160120/10138438 )
સરવે વિશે
આ વખતે રીડર્સ ડાયજેસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ પુરસ્કારોએ તેના સત્તરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે, જેમાં હોંગકોંગ, ચીન, ભારત, ફિલિપિન્સ, મલેશિયા, થાઇલેન્ડ, તાઇવાન અને સિંગાપુર સહિત સમગ્ર એશિયામાં મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પુરસ્કારોએ ગ્રાહકોની પ્રાથમિક્તા માટેના પ્રીમિયર ગ્રાહક આધારિત માપદંડ તરીકે વિશ્વસનિયતા પ્રસ્થાપિત કરી છે. રીડર્સ ડાયજેસ્ટની જૂન 2015ની આવૃત્તિમાં SleekWorld ને પ્રાપ્ત આ સન્માન વિશે છપાયું હતું અને સપ્ટેમ્બર 2015માં આયોજિત એક સમારંભમાં Sleek International Pvt. Ltd ને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
આ વાર્ષિક સરવેમાં ભારતીય ઉત્તરદાયીઓને તેમની 'મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ' (સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ) વિશે તેની ગુણવત્તા, મૂલ્ય, સામાજિક ઉત્તરદાયિત્વ, રચનાત્મક્તા, વિશ્વસનિયતા અને ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરનાર જેવા માપદંડોને ધ્યાનમાં રાખી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અહીં એ નોંધવા જેવું છે કે, પ્રશ્નોત્તરીમાં કોઈપણ બ્રાન્ડ સૂચવવામાં આવી નહોતી અને ગ્રાહકોને તેમને જે બ્રાન્ડ 'સૌથી લાયક' લાગે તે સૂચવવા સ્વતંત્રતા આપવામાં આવી હતી. પ્રત્યેક કેટેગરીમાં મેળવવામાં આવેલા સરેરાશ સ્કોરના આખરી મતોના ગુણાકાર બાદ કેટેગરી વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા.
રીડર્સ ડાયજેસ્ટ પુરસ્કાર એ Sleek એ પ્રાપ્ત કરેલ ઘણા બધાં પુરસ્કારોમાંનો એક છે. વર્ષ 2012માં ઇન્ડિયન કિચન કોંગ્રેસે આ કિચન બ્રાન્ડને 'રીટેલર ઑફ ધી યર' પુરસ્કાર એનાયત કર્યો હતો, એટલું જ નહીં, તેણે આ જ વર્ષે હોમ કોંગ્રેસનો 'મોસ્ટ પ્રીફર્ડ બ્રાન્ડ કિચન રીટેલર' પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો હતો. વર્ષ 2013માં સ્લીકે લાંબી છલાંગ લગાવી હતી, જ્યારે એશિયન પેઇન્ટ્સે લોકોએ જે બ્રાન્ડમાં ભરોસો જતાવ્યો તેની સાથે 51% હિસ્સો લીધો હતો.
Sleek International Pvt. Ltd. વિશે
Sleek International Private Limited એ એક એવી કિચન બ્રાન્ડ છે જેણે ભારતીય માર્કેટમાં વર્ષ 1993થી પોતાનું વિશિષ્ટ સ્થાન જાળવી રાખ્યું છે. સ્ટીલ વાયર બાસ્કેટથી શરૂ કરી આજે તે મોડ્યુલર કિચનના માર્કેટમાં ટોચની બ્રાન્ડ બની ગઈ છે. વર્ષ 2000થી કંપનીએ ચીમનીઓ, યુટિલિટી શેલ્વ્સ, ઓવન્સ, સગડીઓ અને અન્ય હાર્ડવેર આયાત કરવાનું શરૂ કર્યું હતું. તેણે ભારતમાં મોડ્યુલર કિચનના ટ્રેન્ડની પણ શરૂઆત કરી.
ભારતીય માર્કેટમાં શ્રેષ્ઠ સમકાલીન કિચન ડિઝાઇનને લાવવા માટે સ્લીકે વર્ષ 2008માં સેજ, ગ્રાસ, ટેરિમ અને ટેકનોઆઇનોક્સ જેવી શક્તિશાળી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે જોડાણ કર્યું. કંપનીએ ત્યારબાદ 2009 સુધીમાં સુવિખ્યાત ISO 9001-2008 પ્રમાણીકરણ મેળવી લીધું. સ્લીકે તેની ડિઝાઇન્સ અને આશ્ચર્યજનક કિંમતના મોડ્યુલર કિચન માટે સમીક્ષકો અને ગ્રાહકોના ખૂબ જ પ્રશંસાપાત્ર પ્રતિભાવો પણ મેળવ્યા છે.
વર્ષ 2014માં દુબઈમાં એક્સક્લુઝિવ શૉરૂમ સ્થાપવા સાથે Sleek એ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પગરણ માંડ્યા. શ્રીલંકા અને તાન્ઝાનિયા જેવા દેશોમાં પણ પગરણ માંડવાનું કંપનીનું આયોજન છે.
Sleekની આ યાત્રા ઝનૂન, દ્રઢતા અને રચનાત્મક્તાની દ્યોતક છે. 'મોડ્યુલર કિચન ફિટિંગ્સ'ની કેટેગરીમાં રીડર્સ ડાયજેસ્ટનો 'મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ'નો ખિતાબ એ ચોક્કસપણે એક એવું સન્માન છે જે શ્રેષ્ઠતાઓને આગળ ધપાવવા માટે બ્રાન્ડને પ્રોત્સાહિત કરશે.
મીડિયા સંપર્કઃ
Viral Desai
[email protected]
+91-22-64527616
General Manager - Retail Projects & eBusiness
Sleek International Pvt. Ltd.
Share this article