ચેન્નાઈ, July 19, 2016 /PRNewswire/ --
G.M. Pens International Sachin Tendulkar ને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને રોરિટોનો પ્રારંભ કરે છે
ચેન્નાઈમાં હેડક્વાર્ટર ધરાવતી G.M. Pens International Pvt Ltdની સ્થાપના 1995માં થઈ હતી અને પછી લેખન માટેની સાધનસામગ્રીના સેગમેન્ટમાં લીડર બની ગઈ છે. દુનિયામાંથી શ્રેષ્ઠ ઓફર કરવાના આશય સાથે, વૈશ્વિક નિષ્ણાતોની શ્રેષ્ઠ ટેકનોલોજીકલ ધરાવતી આ કંપનીએ તેની નવી બ્રાન્ડ રોરિટો નો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે, જેની ટેગલાઇન 'રાઇટ ધ ન્યૂ' છે! રોરિટો સમગ્ર દુનિયામાંથી પાર્ટનર્સ સાથે વૈશ્વિક બ્રાન્ડ છે, જેની પ્રોડક્ટ ડિઝાઇન અને ડેવલપમેન્ટ ટેકનોલોજી પાર્ટનર Schneider (જર્મની) છે. ઇન્ક ટેકનોલોજી માટે પાર્ટનર Dokumental (જર્મની) અને Mikuni (જાપાન) છે. આ પ્રતિષ્ઠિત જોડાણનો મુખ્ય ફાયદો લેખન સાધનોમાં અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય પ્રવાહોની સુલભતા મેળવવાનો અને ભારતીય કિંમતે વૈશ્વિક કક્ષાના ઉત્પાદનો ઓફર કરવાનો છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160718/10150710)
રોરિટો બોલ પેન, રિટ્રેક્ટેબલ રેન્જ, સીડી અને ડીવીડી માર્કર્સ, પરમેનન્ટ માર્કર્સ, હાઇલાઇટર્સ, કરેક્શન પેન્સ, વ્હાઇટ બોર્ડ માર્કર્સ, ફાઉન્ટેઇન પેન્સ, ક્વિક સ્ટિક (ગ્લુ સ્ટિક) અને ક્વિકી (લીડ પેન્સિલ્સ) જેવા કેટેગરીઓ સહિત કિંમતી પ્રોડક્ટ રેન્જ સાથે બજારમાં પ્રવેશી છે. Sachin Tendulkar નવી બ્રાન્ડ રોરિટોનો એમ્બેસેડર બનશે. તેનું ટીવી કમર્શિયલ (ટીવીસી) મે મહિનામાં શરૂ થશે, જે દેશભરમાં મુખ્ય ચેનલ્સ પર પ્રસારિત થશે.
G.M. Pens International પેન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, કારણ કે નવી પ્રોડક્ટ વૈશ્વિક, સ્માર્ટ અને ટેકનોલોજીકલ કુશળતા ધરાવે છે અને આધુનિક પેઢીની જરૂરિયાતો પૂર્ણ કરે છે. છેલ્લાં વીસ વર્ષથી ઉદ્યોગમાં વર્ચસ્વ ધરાવતી આ કંપનીએ દેશમાં લેખન સામગ્રીના સેગમેન્ટને નવેસરથી વ્યાખ્યાયિત કર્યું છે. G.M. Pens International ચેન્નાઈ અને પોંડિચેરીમાં વિશાળ ઉત્પાદન પ્લાન્ટ સાથે ઉત્પાદનનો મોટો આધાર બનાવવા માટે નોંધપાત્ર રોકાણ કર્યું છે. ચેન્નાઈમાં અત્યાધુનિક આરએન્ડડી (સંશોધન અને વિકાસ) સુવિધા દુનિયાભરમાં લેખન સાધનોના ઉદ્યોગમાં અતિ આધુનિક સુવિધાઓ પૈકીની એક છે અને ભારતીય ગ્રાહકોને અત્યાધુનિક લેખન ટેકનોલોજી ઉપલબ્ધ થાય તેવી સુનિશ્ચિતતા કરે છે. G.M. Pens International દરરોજ 25 લાખથી વધારે પેનનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ઉપરાંત માર્કર્સ અને કલરિંગ રેન્જ જેવા વિવિધ અન્ય ઉત્પાદનોનું પણ નિર્માણ કરે છે. લખવામાં સારી પેન તેની અણીમાં સચોટ એન્જિનીયરિંગની શ્રેષ્ઠ ટેકનોલોજી, વૈજ્ઞાનિક રીતે ફોર્મ્યુલેટેડ ઇન્ક અને બહારના બોડીને સમન્વય ધરાવે છે, જે અદભૂત અનુકૂળતા અને શ્રેષ્ઠ કામગીરીનું સંતુલન ધરાવે છે.
આ પ્રસંગે બોલતા, G.M. Pens International Pvt Ltdના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર Mr. Indrakumar Mahendranને કહ્યું હતું કે, "બે દાયકાથી વધારે સમયગાળામાં કંપનીએ સતત વિકાસ કર્યો છે અને ભારતમાં લેખન સામગ્રીના સાધનોની પરિભાષા બદલી નાંખી છે. અમને G.M. Pens International Pvt Ltdની નવી ગ્લોબલ બ્રાન્ડ રોરિટોને જાહેર કરવાની ખુશી છે! ઉચ્ચ ગુણવત્તાયુક્ત, વાજબી ઉત્પાદન ઓફર કરવાનું G.M. Pens International નું સ્વપ્ન છે. આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાથી અમે ભારતીય ગ્રાહકો વચ્ચે અમારી બ્રાન્ડ લોકપ્રિય થઈ છે. અમે શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવા આતુર છીએ, જેણે અમને નવીન, શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવા સક્ષમ બનાવ્યાં છે અને એટલે અમે લાખો લોકોના હૃદય જીતી શક્યાં છીએ. રોરિટો અમારી તમામ વિશિષ્ટ ઓફરનું પરિણામ છે અને અમે નવી ટેકનોલોજીઓ પ્રસ્તુત કરવા સતત નવીનતા જાળવી રાખીશું."
નવી બ્રાન્ડ રંગ લાલ અને સફેદ છે. લાલ રંગ રોરિટોના અદમ્ય જુસ્સા અને ઊર્જાનું પ્રતીક છે, ત્યારે સફેદ રંગ નવીનતા અને સંભવિતતા સૂચવે છે. આ નવા અવતારમાં રોરિટો નવા પાસાં, ઊંચા લક્ષ્યાંકો અને ગતિશીલતાનું પ્રતીક બની ગઈ છે. પ્રોડક્ટ તેના યુવાન વપરાશકર્તાઓની આકાંક્ષાઓને સમજે છે તથા તેમના વિચારો, આદર્શો અને કલ્પનાઓને પાંખો આપે છે. રોરિટો રોમાંચક અને આનંદદાયક છે. તે તેના વપરાશકર્તાઓને ગતિશીલતા અને સક્ષમતા આપે છે.
G.M. Pens Internationalની મોટા ભાગની નવીનતા અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ છે અને સંશોધન અને વિકાસ સાથે તેમને ઉપયોગી બને છે. ભારત જેવા સૌથી વધુ વિવિધ લિપિઓમાં ઘણી ભાષાઓ, લખવાની આદતો અને સૌથી વધુ રાઇટિંગ યુઝર આધાર સાથે ભારત જેવા સૌથી વધુ વિવિધતાસભર દેશમાં ઉત્પાદનો વિકસાવવાનો 20 વર્ષના અનુભવ સાથે GM Pens International જાણકારીનો સૌથી વધુ આધાર ધરાવે છે, ખાસ કરીને જ્યારે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં લેખન સામગ્રીની વાત આવે ત્યારે.
G.M. Pens International Pvt Ltd વિશે:
G.M. Pens International છેલ્લાં 20થી વધારે વર્ષોથી ભારતીય લેખન ઉદ્યોગમાં પથપ્રદર્શક છે, જેણે જર્મનીની Schneider અને Dokumental તથા જાપાનની Mikuni જેવી વૈશ્વિક અગ્રણી કંપનીઓ સાથે જોડાણ કરીને સમગ્ર વિશ્વની કુશળતા સાથે ભારતમાં ઉત્કૃષ્ટ બ્રાન્ડ પ્રસ્તુત કરી છે, જી. એમ. આ કંપનીઓ સાથે જોડાણ અને ભાગીદારીઓ ધરાવે છે. કંપનીએ ફ્લ્યુઇડ ઇન્ક અને લિક્વિડ ઇન્ક જેવી અત્યાધુનિક ટેકનોલોજીકલ સિદ્ધિ મેળવી સમગ્ર વિશ્વ માટે માપદંડ સ્થાપિત કર્યો છે, જેની અત્યારે પણ માગ છે. સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આગળ ઓળખ ઊભી કરી નવીન સોલ્યુશન પ્રદાન કરનાર G.M. Pens International અત્યારે ભારતની શ્રેષ્ઠ અને અગ્રણી ઉત્પાદન કંપની ગણાય છે.
વધારે માહિતી મેળવવા કૃપા કરીને મુલાકાત લો: http://www.roritoworld.com/
મીડિયા સંપર્ક:
Gayatri Shanker
[email protected]
+91-95000 42923
Perfect Relations
Share this article